તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News In The Science Stream39s Deo Quota Only 31 Took Admission To 110 055019

વિજ્ઞાન પ્રવાહના DEO ક્વોટામાં 110 સામે માત્ર 31એ પ્રવેશ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનિરુદ્ધસિંહ પરમાર | અમદાવાદ

ધો.11 વિજ્ઞાન પ્રવાહની સ્કૂલોમાં 15 ટકા સીટોની શહેર જિલ્લા શિક્ષણાધિકારી કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા હેઠળ ફાળવણી કરે છે. ગયા વર્ષે 110 વિદ્યાર્થીએ અમદાવાદની 164 સ્કૂલોમાં ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે અરજી કરી હતી. જ્યારે આ વર્ષે માત્ર 31 વિદ્યાર્થીએ અરજી કરી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની પસંદગી હવે વિજ્ઞાન પ્રવાહ નહીં પરંતુ કોમર્સ પ્રવાહ તરફ મળી છે.

છેલ્લા ઘણા વર્ષોથી ટોપમાં આવનારા વિદ્યાર્થીઓની પહેલી પસંદ વિજ્ઞાન પ્રવાહ રહેતી હતી. પરંતુ હવે તેઓ કોમર્સ પસંદ કરી રહ્યાં છે. કારણ કે આ સ્ટ્રીમમાં જોબની વધારે તક છે. અમુક કોર્સમાં વિજ્ઞાન પ્રવાહ અને કોમર્સની એક સરખી જ સીટો છે. તજજ્ઞોના મતે વિજ્ઞાન પ્રવાહ માટે ક્લાસીસ પાછળ મોટો ખર્ચ થતો હોવાથી વાલીઓ પોતાના બાળકો માટે કોમર્સ સ્ટ્રીમને પસંદ કરી રહ્યા છે.

નીટની પરીક્ષાને લીધે પસંદગી બદલાઈ
 આ વર્ષે મારી સ્કૂલમાં 58 વિદ્યાર્થી મેડિકલ સ્ટ્રીમમાં જઈ શકે હતા, પરંતુ તેમણે કોમર્સ પસંદ કર્યું છે. મેડિકલમાં નીટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે તેથી વિદ્યાર્થીઓ ગમે તેટલા ગુણ લાવે તો નીટ અને ગુજસેટનો પ્રશ્ન તો ઉભો જ રહેશે. ક્લાસીસ કલ્ચરના ખર્ચને કારણે વિદ્યાર્થીઓની માનસિકતા બદલાઇ છે. મનોજ પટેલ, જયસોમનાથ સ્કૂલ

વિદ્યાર્થીઓને કોમર્સમાં સારી તક લાગે છે
 એ ગ્રૂપમાં એન્જિનિયરિંંગ માટે સીમિત રિસોર્સ છે, જ્યારે બી ગ્રૂપમાં મેડિકલ માટેનો ખર્ચ વધારે છે. સેમેસ્ટર સિસ્ટમ રદ કરાતા વિદ્યાર્થીઓ માટે સાયન્સ અઘરુ થયું છે. અમુક કોર્સમાં વિજ્ઞાન પ્રવાહ અને કોમર્સ પ્રવાહની સરખી સીટો છે. રાજેન્દ્ર ઉપાધ્યાય, કરિયર કાઉન્સેલર

અન્ય સમાચારો પણ છે...