તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાડજમાં કોન્ટ્રાક્ટરે વ્યાજચક્રમાં આપઘાત કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂના વાડજમાં વ્યાજચક્રમાં ફસાયેલા લેબર કોન્ટ્રાક્ટરે શુક્રવારે આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પત્નીની ફરિયાદના આધારે બે બિલ્ડર અને સ્કૂલ સંચાલક વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. જોકે ત્રણેયની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી કોન્ટ્રાક્ટરનાં પત્ની પારુલબેને આપી છે.

કોન્ટ્રાક્ટર ખોડાભાઈ પરમારે ચાર વર્ષ પહેલાં જુહાપુરામાં ઈમાદ ટાવરના બિલ્ડર જેકી અને ફઝલ મેમણના કહેવાથી ઈમાદ ટાવરનું કન્સ્ટ્રક્શનનું કામ કર્યું હતું, જે પેટે જેકી અને ફઝલે ખોડાભાઈને બે ફ્લેટ લખી આપ્યા હતા, પરંતુ બંને ફ્લેટનાં 4 વર્ષથી દસ્તાવેજ કરી આપતા ન હતા. બીજી તરફ ગાંધીનગર પાસે DPSના સંચાલક શેખર અર્ચીના કહેવાથી સ્કૂલમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કર્યું હતું, જેનું પેેમેન્ટ રૂ. 18 લાખ બાકી હતું. આમ શેખર, જેકી અને ફઝલ પેમેન્ટ ન ચૂકવતા હોવાથી તેઓએ મજૂરોને પૈસા ચૂકવવા વ્યાજે પૈસા લાવ્યા હતા. પરંતુ વ્યાજ ન ચૂકવી શકતા ઘરે જ ગળેફાંસો ખાઇ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...