તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News In The Apollo Cvhf Hospital Brain Intestinal Treatment Will Be Done With Heart 054639

એપોલો CVHF હોસ્પિટલમાં હૃદય સાથે મગજ-આંતરડાની સારવાર થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટ્રેસ, ધૂમ્રપાનથી હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. અેપોલો હોસ્પિટલ દ્વારા અેસજી હાઇવે પર વિશ્વની અત્યાધુનિક સુવિધા સાથે 65 બેડની હૃદયરોગની હોસ્પિટલનો પ્રારંભ કર્યો છે. અેપોલો સીવીઅેચઅેફ દરેક વર્ગનાં દર્દીને પોષાય તેવા દરે હૃદયરોગની સારવારની સાથે મગજ અને અાંતરડાની નસોમાં થયેલાં બ્લોકેજનું નિદાનની સાથે અેન્જિયોગ્રાફી, અેન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટ અને બાયપાસની સુવિધા પ્રાપ્ત થશે.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીઅે જણાવ્યું કે, 20 વર્ષ પહેલાં હૃદયરોગની સારવાર માટે ચેન્નાઇ અેપોલો હોસ્પિટલ જવું પડતું હતું હવે વડાપ્રધાનની દૂરંદેશી અને દરેક નાગરિકને આરોગ્યની આધુનિક સુવિધા પુરી પાડવાના સ્વપ્નને કારણે અસાધ્ય રોગોની સારવાર પણ ગુજરાતમાં ઉપલબ્ધ બની છે.

મુખ્યમંત્રીની હાજરીમાં અેપોલોનાં ચેરમેન ડો. પ્રતાપ રેડ્ડી, ચેરપર્સન ડો. પ્રિથા રેડ્ડી, અેપોલો CVHFનાં ડાયરેકટર ડો. સમીર દાણીઅે દીપ પ્રગટાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...