તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News In The 9th Convocation Of Gtu 61 Thousand Students Were Enrolled 055506

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીટીયુના 9 મા કોન્વોકેશનમાં 61 હજાર વિદ્યાર્થીઓને પદવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)નો 9મો પદવીદાન સમારંભ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયો. જેમાં 61,000 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ, 173 વિદ્યાર્થીઓને ગૉલ્ડ મેડલ તથા 39 વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તેમની સાથે વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ વખતે જીટીયુ દ્વારા નવીન સાહાસોને પ્રોત્સાહન આપવા બાબતે શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કર્તાને પણ ગૉલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. જેમા આ વખતે રોશન રાવલની પસંદગી કરાઈ હતી. કુલપતિ પ્રો.ડૉ.નવિન શેઠે જીટીયુનો વાર્ષિક અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે ,વાર્ષિક અહેવાલમાં જીટીયુ દ્વારા ગત વર્ષથી 2 નવા માસ્ટર પ્રોગ્રામ શરૂ કર્યા છે. આ ઉપરાંત 9 શોર્ટ ટર્મ પ્રોગ્રામ, 18 નેશનલ અને ઈન્ટરનેશનલ એમઓયુ જીટીયુ દ્વારા કરવામાં આવ્યા છે. આ વખતની પદવીદાન સમારંભની ઉજવણી ડૉ. વિક્રમ સારાભાઈની જન્મ જયંતિની થીમ પર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો