SVPમાં મા કાર્ડધારકોને રાત્રે સારવાર નહીં મળતા હોબાળો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અેસવીપી હોસ્પિટલમાં સોમવારે મોડી રાત્રે મા કાર્ડ ધરાવતાં દર્દીને સારવાર આપવા સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી દર્દીના સગાં અને સ્ટાફ વચ્ચે રકઝક થઈ હતી.

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, સોમવારે 12.30 કલાકની અાસપાસ અકસ્માતમાં ઘાયલ અેક વ્યકિતને સારવાર માટે લવાઇ હતી. દર્દીનાં સગાઅે સ્ટાફને ‌‘મા કાર્ડ’ હોવાનું જણાવ્યું હતું. પરંતુ, હોસ્પિટલ સ્ટાફે મોડી રાત્રે કમ્પ્યૂટર બંધ હોવાથી ‘મા કાર્ડ’ નહીં ચાલે તેમ કહેતાં મામલો બીચક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...