તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News In September The Rupee Recovered By Rs 5000 And Silver Fell By 1800 055029

સપ્ટેમ્બરમાં રૂપિયો સુધરતા ચાંદી 5000, સોનામાં1800 ઘટ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સપ્ટેમ્બર માસમાં ડોલર સામે રૂપિયો સરેરાશ 1.56 પૈસા વધી 70 તરફ આગળ વધી 70.56 પહોંચ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટતા સ્થાનિકમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં ચાંદી 50500ની ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ સતત 5000 સુધી ઘટી છે. અમદાવાદ ખાતે ચાંદી આજે વધુ 1200ના ઘટાડા સાથે 45500 બોલાતી હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદી ઝડપી ઘટી 17.54 ડોલર ક્વોટ થવા લાગી છે. રૂપિયામાં ઝડપી રિકવરી આવે અને વૈશ્વિક બજારોમાં ભાવ ઘટે તો ચાંદી આગળ જતા વધુ નબળી પડી 43500 સુધી આવી શકે છે. સોનામાં પણ ચાલુ માસમાં ઓલટાઇમ હાઇ 40500થી સરેરાશ 1800નો ઘટાડો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...