તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News In New Naroda The Woman39s Suicide Due To Husband39s And Torture Harassment 054523

નવા નરોડામાં પતિ અને નણંદના ત્રાસથી મહિલાનો આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા નરોડાના પાર્શ્વનાથ શોપિંગ સેન્ટરમાં રહેતી 25 વર્ષીય પુષ્પાએ 10 એપ્રિલના રોજ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી, જેને પગલે નોબલનગરમાં રહેતા તેના પિતા ભવાનભાઇ સોલંકીએ દીકરીના પતિ અને નણંદ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે પુષ્પાએ નવનીત વાઘેલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પુષ્પાની નણંદ ઉષા અને સાસુ તેમના ઘરની સામે રહેતા હોવાથી તેઓ નાની નાની બાબતે ત્રાસ આપતા હતા. તેમજ પ્રેમ લગ્ન કર્યા હોવાથી સાસરિયા બોલાવતા નહોતા. આથી તેણે 10 એપ્રિલના રોજ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...