તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેટમાં અમદાવાદના 40 વિદ્યાર્થીએ 99થી પણ વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર . અમદાવાદ | કોમન એડમિશન ટેસ્ટ (કેટ)નું પરિણામ શનિવારે જાહેર થયું હતું. આ વર્ષે આઈઆઈએમ કોલકોતાએ પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ વર્ષે દેશમાંથી બે લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ગુજરાતના અંદાજે 8 હજાર વિદ્યાર્થીઓ હતા. જાહેર થયેલા પરિણામમાં ગયા વર્ષની સરખામણીમાં 99 પર્સન્ટાઇલ ધરાવતા 10 વિદ્યાર્થીઓનો વધારો થયો છે.

99.86 પર્સેન્ટાઈલ મેળવ્યા તો પણ પરીક્ષા આપી
હું ધોરણ 12 સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. મેં નિરમામાં મિકેનિકલ કર્યું અને ગયા વર્ષે કેટ આપી. જેમાં 99.86 પર્સેન્ટાઈલ મેળવ્યા જેથી મને જમશેદપુર XLRIમાં એડમિશન મેળવ્યું પરંતુ મારે આઈઆઈએમમાં એડમિશન મેળવવું હોવાથી આ વખતે પણ પરીક્ષા આપી. આ વર્ષે મારા 99.91 પર્સેન્ટાઇલ આવ્યા છે. ગિતાંજ શેઠ, સ્ટુડન્ટ.

એડમિશન માટે 7 લાખનું વાર્ષિક પેકેજ છોડીશ
નિરમામાં ઈલેક્ટ્રિક એન્જિનિયરીંગના ફાઈનલ યર હોવાથી અત્યારે 7 લાખની જોબ ઓફર કરાઈ છે. હું ફ્યુચરમાં એમબીએ કન્સલ્ટીંગમાં કરવા માગું છું. જેથી મારી પહેલી પસંદ આઈઆઈએમ છે. જો આઈઆઈએમમાં એડમિશન નહીં મળે તો આવતા વર્ષે ફરી પરીક્ષા આપીશ. આ વર્ષે મારા 99.43 પર્સેન્ટાઇલ આવ્યા છે. કરણ જસવાણી, સ્ટુડન્ટ

IIM નહીંતર 6.5 લાખના પેકેજથી સંતોષ માનીશ
આઈઆઈએમ અમદાવાદમાં ઈન્ટર્નશિપ કર્યા બાદ નક્કી કર્યું આઈઆઈએમમાં જ એડમિશન મેળવવું છે. જેથી મે ફર્સ્ટ ટાઈમ કેટ આપી અને ટોપર્સ બની. જો આઈઆઈએમમાં એડમિશન મળશે તો હું લઈશ નહીંતર 6.5 લાખનું પેકેજ મળી ગયું છે. જેમાં હું જોબ કન્ટીન્યુ રાખીશ. આ વર્ષે મારા 99.64 પર્સેન્ટાઇલ આવ્યા છે. શ્રેયા બંસલ, સ્ટુડન્ટ

અન્ય સમાચારો પણ છે...