તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘાટલોડિયામાં યુવકે આધેડને માથામાં પથ્થર મારી હત્યા કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘાટલોડિયા સંજયનગરમાં રહેતા અને સેટેલાઈટની એ વન સ્કૂલમાં વોચમેન તરીકે ફરજ બજાવતા બળદેવભાઇ પરમારને પડોશી પ્રફુલભાઇ ઉર્ફે પ્રકાશ સોલંકીએ બુધવારે સાંજે માથામાં મોટા પથ્થરના બે ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

આ અંગે પીઆઈ પુષ્પાબહેન ગામીત એ જણાવ્યું હતું કે બળદેવભાઇ જ્યારે ઘર પાસેથી આવતા જતા હતા ત્યારે પ્રકાશ તેમને ખીજવતો હતો અને ઠઠ્ઠા - મશ્કરી કરતો હતો. જે બાબતે અગાઉ બળદેવભાઇએ પ્રકાશને ઠપકો પણ આપ્યો હતો. જે બાબતે બુધવારે સાથે પણ બળદેવભાઇ અને પ્રકાશ વચ્ચે ઝઘડો થતાં પ્રકાશે બળદેવભાઇને માથામાં પથ્થરના બે ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

4 દિવસ પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો
4 દિવસ પહેલા બળદેવભાઇ ઘર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પ્રકાશે તેમની ઠઠ્ઠા મશ્કરી કરી હતી. જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં પ્રવીણભાઇએ પ્રકાશને સીધો કરી દેવાની ધમકી આપી હતી. જે બાબતે બંનેના પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થતા સ્થાનિક રહીશો અને સમાજના આગેવાનોએ મધ્યસ્થી બનીને મામલો શાંત પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...