તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇમરજન્સીમાં વિદ્યાર્થીએ શું કરવું તેની ટ્રેનિંગ અપાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

બાળકોને અભ્યાસની સાથે આપત્તિ વ્યવસ્થાપનનું પણ જ્ઞાન મળે એટલે રાજ્યની 55 હજાર સ્કૂલોમાં યોજાયેલા શાળા સલામતી સપ્તાહમાં તજજ્ઞોએ પ્રાથમિક આરોગ્યનું પણ જ્ઞાન આપ્યું હતું. દરેક સ્કૂલોમાં ફાયર વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મેડિકલ ઇમરજન્સી ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ અપાઇ હતી. બાળકોને આગ, ભૂકંપ, પૂર જેવી સ્થિતીની સાથે ચક્કર આવવા, ઘા પરથી લોહી બંધ કરવું, ગૂંંગણામણમાં ફસાવવાની સ્થિતિમાં શું કરી શકાય તેની માહિતી વિદ્યાર્થીઓ ડેમોનસ્ટ્રેશન સાથે અપાઈ હતી. સ્વ-બચાવ માટે સલામતી સપ્તાહ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...