તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં 10,500 CAમાંથી માત્ર 2500 વુમન સીએ છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

શહેરમાં દસ હજાર પાંચસો સીએમાંથી 2500 જેટલી વુમન સીએ છે. હવે આ વર્ષે અમદાવાદ બ્રાન્ચમાં વુમન એમ્પાવર્મેન્ટ પર ફોકસ કરાશે અને વધુને વધુ વુમન સીએ બને તે માટે પ્રયાસો કરાશે. સીએની અમદાવાદ બ્રાન્ચના વર્ષ 2019-20 માટે નવી ચૂંટાઈ આવેલી બોડીનો આ એક સૂર હતો. નવી બોડીમાં સીએ ગણેશ નાદાર ચેરમેન તરીકે જ્યારે સીએ ફેનિલ શાહ વાઈસ ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા છે જ્યારે સૌપ્રથમ વખતે બોડીમાં સીએ અંજલિ ચોકસીની ટ્રેઝરર તરીકે ચૂંટાઈ આવ્યા છે.

લોકલ ઈન્ડસ્ટ્રીઝને સીએ સાથે કનેક્ટ કરાશે
સીએ ગણેશ નાદાર, ચેરમેન,2019-20 માટેના,સીએ બ્રાન્ચ

 આજે અમદાવાદમાં સહેજેય 10 હજાર પાંચસો જેટટલા સીએ છે જેમને દેશ લેવલે અલગ ઓળખ મળે તે માટેના પ્રયાસો કરાશે. આ દિશામાં સૌપ્રથમ અમારે નેટવર્ક સમીટ કરવાનો પ્લાનિંગ છે. અમે આ વર્ષે લોકલ ઈન્ડસ્ટ્રીઝને પણ સીએ ચેપ્ટર સાથે સાંકળવા માંગીએ છીએ જેથી કરીને તેઓ શહેરના સીએની સેવાઓ લઈ શકે.

બેવડી જવાબદારીઓના કારણે આ ફિલ્ડમાં ઓછી મહિલાઓ
સીએ અંજલિ ચોકસી

 આપણે જ્યારે વુમન એમ્પાવર્મેન્ટની વાત કરતા હોઈએ ત્યારે સીએ ફિલ્ડમાં પણ તેને લાગુ કરવું જોઈએ. એક વુમન તેના ઘરની રિસ્પોન્સિબલિટી સાથે સીએ તરીકે જ્યારે આ ફિલ્ડમાં વર્ક કરે છે ત્યારે તેને બંન્ને તરફ બેલેન્સ રાખવું પડે છે. વુમન એમ્પાવર્મેન્ટ કમીટીમાં પણ મારી જવાબદારી છે ત્યારે આ ફિલ્ડમાં વધુને વધુ સીએ વુમન બને તે માટે મારા પ્રયાસો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો