તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News In A Cryptic Situation Police Constable Fell Asleep Under The Train And Committed Suicide 055016

ભેદી સંજોગોમાં પોલીસ કોન્સ્ટેબલે ટ્રેન નીચે સૂઈ જઈને આપઘાત કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લગધીરસિંહ ગોહિલે ભેદી સંજોગોમાં વટવાના રોપડા બ્રિજ નીચે ટ્રેન નીચે સૂઈ જઈને આપઘાત કર્યો હતો. જોકે ટ્રેનચાલકે ટ્રેન સામે આવીને આપઘાત કર્યો હોવાનું નિવેદન પોલીસ સમક્ષ નોંધાવ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

મૂળ ભાવનગરના કોન્સ્ટેબલ લગધીરસિંહ ગોહિલનો મૃતદેહ બુધવારે રાત્રે 8.45 વાગ્યે રોપડા બ્રિજ નીચેથી ટ્રેનના પાટા પરથી મળ્યો હતો. પરંતુ તેમનો મોબાઇલ મળી આવ્યો ન હતો. લગધીરસિંહની બાઇક ઘટના સ્થળે મળી આવી હતી. હાલ લગધીરસિંહ ચૂંટણીની કામગીરીમાં ફ્લાઇંગ સ્કોડમાં કામ કરી રહ્યા હતા. મોત અંગે આપઘાત કે અપમૃત્યુ હોવાની શંકા સેવાઇ રહી છે.

બીજી તરફ ટ્રેનના ચાલકે આ કોન્સ્ટેબલ ચાલતા ચાલતા ટ્રેન સામે ‌આવી સૂઇ ગયા હતા. જેથી હાલ પોલીસેે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...