તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Imports From The Us Increased By 72 Percent In Five Months With Crude Falling To 61 055025

ક્રૂડ ઘટી 61 ડોલર નજીક, પાંચ માસમાં અમેરિકાથી આયાત 72 ટકા સુધી વધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકા દ્વારા મે મહિનામાં ઇરાન પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ ભારતે ઈરાનથી ક્રૂડ તેલની આયાતમાં જંગી ઘટાડો કર્યો છે. જેના કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં અમેરિકામાંથી ભારતની ક્રૂડ ઓઇલની આયાત 72 ટકાથી વધુ વધી ગઈ છે, હુમલા બાદ સાઉદી અરામકોમાં ઉત્પાદન કાપ ઝડપી રિકવર થતા અને અમેરિકા તેના ક્રૂડઓઇલના ભંડારમાં સપ્લાય વધારશે તેવા અહેવાલના કારણે બ્રેન્ટ ક્રૂડ ઘટી 61 ડોલર નજીક તેમજ ડબલ્યુટીઆઇ 55 ડોલર નજીક પહોંચ્યું છે. કોમર્શિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ ડિરેક્ટોરેટ જનરલના અહેવાલ મુજબ અમેરિકામાં એપ્રિલથી ઓગસ્ટ 2019 દરમિયાન લગભગ 4.5 મિલિયન ટન ક્રૂડ તેલની સપ્લાય કરી હતી, જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 2.6 મિલિયન ટનની રહી હતી. ઇરાક ભારતનો ક્રુડ ઓઇલ સપ્લાયર દેશના તેલની જરૂરિયાતોના ચોથા ભાગનો હિસ્સો ધરાવે છે. ઇરાકે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ભારતમાં 21.24 મિલિયન ટન ક્રૂડ તેલ વેચ્યું હતું, જે ગત નાણાકીય વર્ષે આ સમયગાળામાં 18.99 મિલિયન ટન કરતાં લગભગ 12 ટકા વધારે છે.

રૂપિયો સપ્તાહમાં 39 પૈસા વધ્યો, પેટ્રોલ-ડિઝલ ઘટશે
ક્રૂડઓઇલની કિંમતોમાં આવેલા ઝડપી ઘટાડાની સાથે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સાપ્તાહિક ધોરણે ઝડપી 39 પૈસા વધી 70.56ની સપાટી પર બંધ રહ્યો છે. રૂપિયો મજબૂત બનતા ક્રૂડની આયાત પડતર સસ્તી થશે જેના કારણે આગામી સપ્તાહે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સરેરાશ બે રૂપિયા સુધી લિટર દીઠ ઘટાડો આવી શકે છે. નિષ્ણાતોના મતે બ્રેન્ટ ક્રૂડ 57 ડોલર સુધી પહોંચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...