તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Impact Of Dps East Scandal Documents From 512 Cbse Schools In The State Will Be Examined 055212

DPS-ઈસ્ટના ગોટાળાની અસર: રાજ્યની 512 CBSE સ્કૂલના દસ્તાવેજોની તપાસ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનિરુદ્ધસિંહ પરમાર |ડીપીએસ - ઇસ્ટના વિવાદની અસર રાજ્યની 512 સીબીએસઇ સ્કૂલો પર થશે. ઉનાળાના વેકેશનમાં રાજ્યની તમામ સીબીએસઇ સ્કૂલના તમામ દસ્તાવેજોની ચકાસણી કરાશે. પહેલા તબક્કામાં સ્કૂલોને મોકો અપાશે કે તેઓ સ્વૈચ્છિક રીતે દસ્તાવેજો શિક્ષણ વિભાગને આપે, ત્યારબાદ જિલ્લા કક્ષાએથી સીબીએસઇ સ્કૂલોનું ઇન્સ્પેક્શન કરાશે.

તમામ દસ્તાવેજોની ચકાસણી માટે જિલ્લા કક્ષાએ વિશેષ ચેક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે
ડીપીએસ - ઇસ્ટે ગુજરાત સરકારની ખોટી એનઓસીને આધારે સીબીએસઇની મંજૂરી મેળવી હતી. માર્ચમાં પરીક્ષા પૂરી થયા બાદ તમામ સ્કૂલોના દસ્તાવેજોની ચકાસણી જિલ્લા કક્ષાથી થશે, જેનું મોનિટરીંગ ગાંધીનગર શિક્ષણ વિભાગ કરશે. જેમાં સ્કૂલની મંજૂરીથી માંડી તમામ દસ્તાવેજની ચકાસણી કરાશે. આ માટે દરેક જિલ્લાએ ખાસ ચેક લિસ્ટનું પાલન કરવું પડશે. અમદાવાદમાં 60 સ્કૂલો સહિત સુરત, રાજકોટ અને બરોડામાં પણ મોટી સંખ્યામાં સીબીએસઇ સ્કૂલો છે. શિક્ષણ સચિવ વિનોદ રાવે કહ્યું કે, દસ્તાવેજોની ચકાસણી પહેલાં સ્કૂલોને સ્વેચ્છાએ રજૂઆતની તક આપવામાં આવશે. એ પછી જિલ્લા સ્તરેથી ચેકિંગ હાથ ધરવામાં આવશે અને યોગ્ય દસ્તાવેજ નહીં ધરાવતી સ્કૂલો સામે કાર્યવાહી થઈ શકે છે.

આ દસ્તાવેજોની ચકાસણી કરાશે
ગુજરાત સરકારની એનઓસી ગુજરાત બોર્ડ, સીબીએસઈની મંજૂરી ટ્રસ્ટના દસ્તાવેજો બિલ્ડિંગનો નકશો એનએ અને બીયુ ભાડા કરાર (30 વર્ષનો) જમીન સર્ટિફિકેટ ફાયર સેફ્ટી, હેલ્થ સર્ટિફિકેટ

DPSના બે પ્રિન્સિપાલની પૂછપરછ થશે
વિવેકાનંદનગર પોલીસે ડીપીએસને મંજૂરી માટે ઇન્સ્પેક્શન કરનારા બે પ્રિન્સિપાલ સુબોધ થાયલિયાલ અને ડો. ગીતાદેવી સિંગને સમન્સ મોકલી જવાબો રજૂ કરવા જણાવ્યું છે. 2012માં થયેલા ઇન્સ્પેક્શન દરમિયાન બનાવાયેલી કમિટીમાં આ બંનેનો સમાવેશ થતો હતો.

અન્ય સમાચારો પણ છે...