તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News If You Read Gandhiji39s Autobiography Then Life Will Get Morari Bapu 024540

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીજીની આત્મકથા વાંચશો તો જીવન મળશે: મોરારિ બાપુ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહાત્મા ગાંધીજીના 150મા જન્મજયંતી વર્ષ અને નવજીવન ટ્રસ્ટના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કસ્તુરબાના સ્મરણમાં નવજીવન ટ્રસ્ટના ઉપક્રમે તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટના સહયોગથી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત માનસ નવજીવન રામકથામાં પૂ. મોરારિ બાપુએ સોમવારે ત્રીજા દિવસે સભા મંડપમાં ઉપસ્થિત સૌને રામકથાનું રસપાન કરાવતા રામાયણની માતાઓ કૌશલ્યા, સુમિત્રા, કૈકૈઈ, જાનકી, તારા, મંદોદરી, શત્રુપાના મહિમાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તમે ઘરમાં રામાયણ, ભગવદ્ ગીતા રાખતા હોવ તો ગાંધીજીની આત્મકથા પણ રાખો, પાનાં ઉઘાડશો તો જીવન મળશે.

બાપુએ રામાયણનું ઉદાહરણ આપીને કસ્તુરબાને સમગ્ર નારી જગતનું મહિમાપણું ગણાવતાં કહ્યું કે, કસ્તુરબા કેવળ મહિલા નથી, સમગ્ર નારી જગતનું મહિમાપણું છે. જગદંબાના અનેકરૂપ હોય છે તેમ આવા માતૃત્વનું સ્મરણ આપની પાસે રાખું છું. કૈકૈઈ ન હોત તો પ્રેમમૂર્તિ ભરત આપણી પાસે ન હોત.’ રામાયણમાં આવતા દશરથજી, જનકજી, સત્યકેતુ મહારાજ, મનુ મહારાજનાં ઉદાહરણો આપીને મોરારિ બાપુએ પિતામાં કેવાં તત્ત્વો હોવાં જોઈએ કે જેનાથી સંતોનોનું જીવન ભરી દે તે વર્ણવ્યું હતું. મોરારિ બાપુએ વધુમાં કહ્યું કે, અસત્યની રક્ષા આપણે કરવી પડે છે, સત્ય આપણી રક્ષા કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો