તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News If There Is A Link To A Support Card With The License People Will Have To Scare 024638

લાઈસન્સ સાથે આધારકાર્ડ લિંક થાય તો લોકોએ ધક્કા ખાવા પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | વાહન વ્યવહારના વારંવાર બદલાતા નિયમોને કારણે વાહનચાલકો પરેશાન થયા છે. હવે કેન્દ્ર સરકારે વાહન લાઇસન્સને આધારકાર્ડ સાથે લિંકઅપ કરવાની શક્યતા વ્યક્ત કરતા વાહનચાલકોમાં ફરી ચિંતા પ્રસરી ગઇ છે. હાલ લાઇસન્સની કામગીરીમાં આધારકાર્ડ માન્ય પુરાવો નથી અને કેન્દ્રની જાહેરાત બાદ આરટીઓ સ્ટાફ મૂંઝવણમાં મુકાઇ ગયો છે.

અમદાવાદમાં જ અંદાજે 40 લાખ વાહનચાલક છે, કેન્દ્રની જાહેરાતથી RTO સ્ટાફ પણ મૂંઝવણમાં
આરટીઓમાં હાલ કોઇ પણ કામ વચેટિયા વગર થતું નથી. અધિકારીઓ અને કર્મચારીઓએ ગોઠવેલી સિસ્ટમ મુજબ વચેટિયાઓ વગર કામ કરાવનારને વારંવાર આરટીઓના ધક્કા ખાવા પડે છે. જ્યારે એજન્ટનો સહારો લેનાર વ્યક્તિનું સીધેસીધું કામ થઇ જાય છે. હાલની સ્થિતિના પગલે લાઇસન્સ કઢાવ્યા પછી વ્યક્તિ બીજીવાર આરટીઓમાં આવવાનું નામ લેતો નથી. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે વાહન લાઇસન્સ સાથે આધારકાર્ડને લિંકઅપ કરવાની જાહેરાત કરી છે. જો સરકાર સત્તાવાર જાહેરાત કરશે તો લોકોને દોડાદોડી થશે. અમદાવાદમાં અંદાજે 40 લાખ વાહન લાઇસન્સ છે. વાહન લાઇસન્સ લિંકઅપ નહીં થાય તો લોકોને સુવિધાથી વંચિત રહેવું પડશે. આશ્ચર્યની વાત એ છે કે અગાઉ રાજ્ય સરકારે જ કહ્યું હતું કે રાજ્યમાં ડુપ્લિકેટ આધારકાર્ડ વધુ છે. જેથી વાહન લાઇસન્સમાં પુરાવા તરીકે માન્ય રાખવામાં જોખમ છે. હવે આ જ સરકાર માટે આધારકાર્ડના ડેટા મહત્વના અને માન્ય થઇ ગયા છે.

આરટીઓ અધિકારીઓ કહે છે કે લિંકઅપની કામગીરી સરળ રહેશે. આ માટે લોકોને મોબાઇલ ફોન પર લિંક મોકલાશે. જેનાથી આધારકાર્ડને લાઇસન્સ સાથે મર્જ કરી શકાશે. પરંતુ સ્માર્ટ ફોન નહીં હોય અથવા નંબર બદલી કાઢ્યો હશે કે લિંકઅપમાં મુશ્કેલી પડતી હશે તેઓને આરટીઓમાં આવવાનું રહેશે. એટલેકે લાઇસન્સધારક આરટીઓમાં આવશે તો તેનું કામ વચેટિયા વગર થઇ શકવાનું નથી. જેથી તેના ખિસ્સામાં રૂપિયા 100થી 200નો ભાર પડશે. જોકે લિંકઅપને કારણે આરટીઓની કામગીરી પર પણ અસર થશે. લોકોમાં ચર્ચા છે કે સરકારની જાહેરાત બાદ કચેરીઓમાં પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી લોકોને ન છૂટકે એજન્ટોનો સહારો લેવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...