તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News If The Government Does Not Help With The Fee We Will Use The Note The Guardian Board 054632

સરકાર ફી અંગે મદદ નહીં કરે તો અમે નોટાનો ઉપયોગ કરીશું : વાલી મંડળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

એફઆરસીએ નક્કી કરેલી ફી ઘણી સ્કૂલો માનવા તૈયાર ન હોવા છતાં સરકાર આ સ્કૂલો પર કોઇ કાર્યવાહી કરતી નથી એવો વાલી મંડળે આક્ષેપ કર્યો છે. આગામી લોકસભા ચૂંટણીમાં વાલીઓ પોતાનો મત નોટાને આપે તેવી અપીલ વાલી મંડળે કરી છે. વાલીઓનો આક્ષેપ છે કે, એફઆરસીએ ફાઈનલ ફી નક્કી કરી હોવા છતાં સ્કૂલો પોતે નક્કી કરેલી ફી જ ઉઘરાવીને મનમાની કરે છે. વાલીઓએ એફઆરસી અને સરકારમાં રજૂઆત કરી છે. પરંતુ સ્કૂલ પર કોઈ જ કાર્યવાહી કરાઈ નથી.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું કે, સરકારે ફીમાં ઘટાડો થવાનો ભરોસો આપ્યો છતાં ઘણી સ્કૂલો પોતાની મરજી પ્રમાણે જ ફી ઉઘરાવી રહી છે.

ફી ઘટાડવાનો મુદ્દો માત્ર ચૂંટણીલક્ષી જ રહ્યો હતો
સ્કૂલોની ફી ઘટાડવામાં આવશે એ વાયદો ચૂંટણીલક્ષી જ રહ્યો.

સ્કૂલો સુપ્રીમ કોર્ટના હુકમો ન માનતી હોવા છતાં સરકાર ચૂપ છે.

સ્કૂલો સુપ્રીમ કોર્ટની આડમાં લોકોને મૂર્ખ બનાવે છે.

મોટા ભાગની સ્કૂલોમાં મંત્રીઓનું પીઠબળ, તેથી પગલા લેવાતા નથી.

શિક્ષણમંત્રી કે એફઆરસી સુપ્રીમના આદેશ અંગે કોઇ ખુલાસો કરતા નથી.

રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ક્યારેય પણ ફીનો મુદ્દો ઉકેલવા પ્રયત્ન કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...