તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News If The Builders Do Not Arrange For Workers39 Food Strict Action Will Be Taken Collector 055036

બિલ્ડરો શ્રમિકોના ભોજનની વ્યવસ્થા નહીં કરે તો કડક કાર્યવાહી કરાશે: કલેક્ટર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ | લૉકડાઉનનને ધ્યાનમાં રાખી વિવિધ એકમોમાં કામ કરતા શ્રમિકોના ભોજનની વ્યવસ્થા કરવાની જવાબદારી માલિકોની રહેશે. આ ઉપરાંત માનવીય અભિગમ દાખવી મકાનનું ભાડું નહીં આપનાર વ્યક્તિને મકાન ખાલી કરાવી શકાશે નહીં. પરિસ્થિતિ થાળે પડ્યા પછી જૂનું નવું ભાડું મેળવી શકશે તેઓ આદેશ જિલ્લા કલેક્ટરે કર્યો છે. જિલ્લા કલેકટર કે.કે નિરાલાએ કહ્યું કે, અમદાવાદ શહેર, જિલ્લામાં જે કન્સ્ટ્રકશન સાઈટમાં મજૂરો રહે છે તેમ જ જે કામોમાં શ્રમિકો કામ કરે છે અથવા કામ બંધ થઈ ગયું હોય અને હાલ અમદાવાદ જિલ્લામાં રહેતા હોય તેવા તમામ લોકોને પૂરતું ભોજન મળે તેની જવાબદારી તેમના માલિકોની રહેશે. બિલ્ડર ભોજનની વ્યવસ્થા ન કરે તો કડક કાર્યવાહી કરાશે.શ્રમિકોના મેડિકલની તપાસ પણ કરાવવાની રહેશે. તપાસમાં પહોંચી ન વળે તો માલિકો કલેકટર કચેરીનો સંપર્ક કરી શકશે.
અન્ય સમાચારો પણ છે...