સોસ અને મસાલાને આંખો બંધ કરીને ઈઝીલી ઓળખી બતાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેમ્સમાં પાર્ટ લીધો પાર્ટિસિપેન્ટસે

સિટીમાં આવેલા મોરિશ ફૂડ કોર્ટમાં સેલેબ્રિટી શેફ હિના ગાૈતમ દ્વારા મધર્સ ડે નિમિત્તે મોમશેફ ગ્રૂપની શરુઆત કરવામાં આવી છે. આ આયોજન પાછળનો મૂળ હેતુ હાઉસવાઇફની સાથે બેકિંગ કે કુકિંગનો શોખ ધરાવતી મહિલાઓને એકત્રિત કરવાનો છે. આ મહિલાઓના શોખને કેટરિંગના બિઝનેસમાં રૂપાંતર કરી બિઝનેસ વુમન તૈયાર કરવા ઇચ્છી રહ્યા છે. મધર્સ ડે નિમિત્તે અમદાવાદમાં મોમ શેફ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં શેફ હિના ગાૈતમે બેકિંગ અને કુકિંગ એક્સ્પર્ટ મધર્સને અવનવી વાનગી બનાવતા શીખવી હતી. સાથે જ ફન, ફૂડ અને ગેમ્સ સાથે આ ઈવેન્ટ મજેદાર અને બિઝનેસ ગાઇડીંગ બની રહી હતી. જેમાં આવેલી મધર્સને હોમમેડ, હેલ્થી અને હાયજેનીક ટેસ્ટી ફૂડને ઘરની બહાર નીકાળી કેટરિંગના બિઝનેસમાં રૂપાંતર કરવા મોટીવેશન અને ગાઇડન્સ આપ્યું હતું. જેથી મહિલાઓ પોતાની હાથની કલાનો જાદુ દુનિયાને બતાવી શકે. આ સાથે જ ઇવેન્ટમાં એક મિનિટ ગેમ રમાડવામાં આવી હતી. જેમાં બટાકાની છાલ કોણ ઓછા સમયમાં ઉતારી શકે છે...ઓછામાં ઓછા સમયમાં કોણ સાૈથી વધુ લસણની કળીઓ ફોલી શકે છે જેવી ગેમ રમાડી હતી. જ્યારે ત્રીજી ગેમમાં આંખે પટ્ટો બાંધી કિચનમાં વપરાતા ગરમ મસાલા સ્મેલ કરીને ઓળખી બતાવવાના હતા તો સોસ ચાખીને કહેવાનાં હતા. ગેમમાં વિજેતા બનેલી મધર્સને ગીફ્ટ પણ આપવામાં આવી હતી.

ગીતા ખુમાન અને શેફ હિના ગૌતમ

અન્ય સમાચારો પણ છે...