તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ પત્નીના અશ્લીલ ફોટા મૂકનારા પતિની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ તાલુકાના એક રહેવાસીએ તેની પૂર્વ પત્નીને પરેશાન કરવા માટે તેના ફોટા ફેક પ્રોફાઈલ બનાવી સોશિયલ મીડિયા પર મૂકી દીધા હતા. મહિલા આ બાબતથી અજાણ હતી, જો કે તેણે પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપી તેનો પૂર્વ પતિ નીકળ્યો હતો. સાઈબર ક્રાઈમે મહિલાનાં ફોટાનો દુરુપયોગ કરવાના ગુનામાં પતિની ધરપકડ કરી છે.

અમદાવાદમાં રહેતી એક મહિલાનાં ફોટા સોશિયલ મીડિયામાં એક યુવતીના નામના ફેસબુક એકાઉન્ટમાંથી મૂકવામાં આવ્યા હતા. જેમાં મહિલાની અંગત પળોના ફોટા પર અપલોડ કરવામાં આવ્યા હતા. આટલુ જ નહીં મહિલાની પ્રતિષ્ઠા જોખમાય તે રીતે તેના ચારિત્ર્ય વિશે વાતો કરી મહિલાના સગાંસંબંધીઓને આ પોસ્ટ ફોરવર્ડ કરવામાં આવી હતી. મહિલાને આ અંગેની જાણ થતાં તે પરેશાન થઈ ગઈ હતી. અંતે હિંમત કરી તેણે સાઈબર ક્રાઈમ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

ક્રાઈમ બ્રાંચના એડિશનલ પોલીસ કમિશનર જે. કે. ભટ્ટની સૂચના અને ડીસીપી ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી પી.આઈ. વી.બી.બારડ અને તેમના સ્ટાફના એ.એસ.આઈ.ભારતી તરાલે હાથ ધરેલી ટેક્નિકલ તપાસને અંતે યુવતીના નામનું ફેસબુક વાસ્તવમાં એક પુરુષે બનાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ દિશામાં વધુ તપાસ કરી સાણંદ તાલુકાના દોધર ગામમાં રહેતા કનુભાઈ ઉર્ફે બળદેવભાઈ મકવાણાની ધરપકડ કરી હતી.

પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, આ કેસના ફરિયાદી મહિલા સાથે તેના લગ્ન એપ્રિલ 2018માં થયાં હતાં જો કે પતિપત્ની વચ્ચે અણબનાવ થતાં તેમણે છૂટાછેડા લીધા હતા. આથી મહિલાને પાઠ ભણાવવા માટે તેમણે આ કૃત્ય કર્યું હતું.

લગ્ન જીવન દરમિયાનના ફોટાનો દુરુપયોગ
આ કેસના ફરિયાદી અને આરોપી પતિપત્ની હતા ત્યારે તેમણે તેમની અંગત પળોના ફોટા પાડ્યા હતા. જેનો પતિએ પત્નીને બદનામ કરવા માટે ઉપયોગ કર્યો હતો. મહિલાના ફોટા સોશિયલ મીડિયામાં વહેતા કરી તેના સગાંસંબંધીઓમાં તેના વિશે બીભત્સ કોમેન્ટો કરી હતી. જોકે મહિલાએ આ કૃત્ય સામે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજા લગ્ન રોકવા કાવતરું ઘડ્યું હતું
પોતાની પૂર્વ પત્ની તેનાથી છુટાછેડા લઈ અન્ય કોઈ પુરૂષ સાથે પરણી ઠરીઠામ થાય તેવું નહીં ઈચ્છતા કનુભાઈ મકવાણાએ તેને બદનામ કરી કોઈ તેની સાથે પુન:લગ્ન ન કરી શકે તેવા ઈરાદાથી આ કૃત્ય કર્યું હતું. આ યોજનાને પાર પાડવા માટે તેણે મીના વાધેલા નામ ઘારણ કરી ફેક પ્રોફાઈલ બનાવ્યું હતું. જેમાં મહિલાની સાથેના પોતાના અંગત પળોના ફોટાને એડીટ કરી મહિલાની જ બદનામી થાય તે રીતે ફોટા અપલોડ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...