તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્નીએ પાડેલા ફોટા પરથી રોમિયોને ઓળખી પાડી પતિએ પકડાવી દીધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દીકરીને સ્કુલ બસ સુધી મુકવા જતી માતાનો 2 મહિનાથી બુલેટ ઉપર પીછો કરી રહેલા રોમિયોનો મહિલાએ મોબાઈલમાં ફોટો પાડી લીધો હતો અને તે ફોટો પતિને બતાવી યુવક હેરાન પરેશાન કરી રહ્યો હોવાની ફરિયાદ કરી હતી. જ્યારે પતિ સવારે ઘરની બહાર નીકળતા તેણે પત્નીને પરેશાન કરતા યુવકને જોઇને પત્ની તેમજ પોલીસને ફોન કરીને બોલાવી લીધી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે રોમિયોને ઝડપી લીધો હતો.

ઘાટલોડિયા કે.કે.નગર રોડ ઉપર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા સપનાબહેન (નામ બદલ્યું છે )દીકરીને સ્કૂલે મૂકવા ઊમીયા હોલ ત્રણ રસ્તા પાસે ઊભા રહેતા ત્યારે ત્યારે બુલેટ સવાર એક યુવાન તેમનો પીછો કરતો હતો અને સપનાબહેનને મળવા માટે પ્રયાસ કરતો હતો. જેથી સપનાબહેને તે યુવાનનો બુલેટ સાથેનો ફોટો પાડી લીધો હતો અને તે ફોટો પતિને બતાવીને તે યુવાનની ફરિયાદ કરી હતી. દરમિયાનમાં શનિવારે સવારે સપનાબહેનના પતિ ઊમીયા હોલ 3 રસ્તા ગયા હતા. ત્યાં તેમણે સપનાબહેનને હેરાન પરેશાન કરનાર બુલેટ ચાલક રોમિયોને જોયો હતો. ફોટા વાળા રોમિયોને સપનાબહેનના પતિ તરત જ ઓળખી ગયા હતા અને તેમણે સપનાબહેનને ફોન કરીને તાત્કાલિક ઊમીયા હોલ 3 રસ્તા આવવા કહ્યું હતુ. આ સાથે તેમણે સપનાબહેનને પોલીસને ફોન કરવા પણ કહ્યું હતું.

જેના આધારે સપનાબહેને પોલીસને ફોન કરતા સપનાબહેન અને ઘાટલોડિયા પોલીસ સાથે જ ત્યાં પહોંચ્યા હતા અને રોમીયોને ઝડપી લીધો હતો. પોલીસે રોમીયોની પૂછપરછ કરતા તે વિપુલ પંચાલ હોવાનું જાણવા મળ્યું હતુ. આ અંગે સપનાબહેનની ફરિયાદના આધારે પોલીસે વિપુલ પંચાલની ધરપકડ કરી હતી.

રસ્તામાં રોકવાનો પ્રયાસ કરતા પતિને જાણ કરી


વિલુપ 2 મહિનાથી સપનાબહેનનો પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો. શરૂઆતમાં સપનાબહેનને એવું લાગ્યુ કે, તે વિપુલની અવણગના કરી રહ્યા હોવાથી વિપુલ બહુ દિવસ તેમનો પીછો નહીં કરે, તેમ સમજીને તેની હરકતોની અવગણના કરી હતી. પરંતુ જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ વિપુલની હિંમત વધવા લાગી અને એક દિવસ તો તેણે સપનાબહેનને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

બે મહિનાથી હેરાન-પરેશાન કરતો હતો

વિપુલ 2 મહિનાથી બુલેટ ઉપર સપનાબહેનનો પીછો કરતો હતો. પરંતુ થોડા દિવસ પહેલા વિપુલે સપનાબહેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સપનાબહેને તેનો ફોટો પાડી લીધો હતો અને પતિને ફરિયાદ કરી હતી.

રોમિયોના ફોટા પાડી પતિને મોકલ્યા બાદ પોલીસને જાણ કરી હતી

ઘાટલોડિયામાં દીકરીને સ્કૂલે મૂકવા જતી ત્યારે હેરાન કરતો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો