લૉકડાઉનમાં કોણે કેટલી સહાય-ફંડ આપ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લૉકડાઉનની સ્થિતિમાં લોકોની મદદ કરવા માટે ક્રેડાઈ ગુજરાતે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં 5 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે.

SMVS સ્વામિનારાયણ સંસ્થાએ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 21 લાખનું દાન આપ્યું હતું. SMVS સ્વામિનારાયણ હોસ્પિટલમાં દસ બેડનો વિભાગ આઈસોલેશન માટે તૈયાર રખાયો છે.

સીટીએમમાં સ્થાનિક ભરવાડ સમાજ અને એનએસયુઆઈએ ત્રણ દિવસોમાં 2 હજારથી વધુ લોકોને ભોજન આપ્યું હતું.

{ શુક્રવારે મ્યુનિ.એ રિક્ષામાં જઈ 92 સોસાયટીઓમાં 5239 કુટુંબોને 23,260 કિલો શાક વહેંચ્યું હતું. પોળ, મહોલ્લા, સોસાયટીમાં રહેતા લોકોએ શાક ખરીદવા મ્યુનિ.ને માગ કરી હતી. મ્યુનિ.એ યોગ્ય ફોર્મેટમાં મોકલી આપનારી 92 સોસાયટીને શાકભાજીનો જથ્થો પહોંચાડ્યો હતો.

{ શહેરમાં નિરાધાર અને નિ:સહાય લોકોને પણ ફૂડ તેમના ઘર સુધી પહોંચાડવાની મ્યુનિ. દ્વારા વ્યવસ્થા કરાઈ છે, જે હેઠળ 145 જેટલા જરૂરિયાતમંદોને શુક્રવારે ફૂડ અપાયું હતું. મ્યુનિ.ની હેલ્પલાઈન પર ફોન કરનારા આવા નાગરિકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા હતા.

{ ટ્રેનો બંધ હોવાથી આ સ્થિતિમાં રેલવે સ્ટેશન તેમ જ રેલવે ટ્રેકની આજુબાજુમાં રહેતા લોકો ભૂખ્યા ન રહે માટે આરપીએફ મેસમાં તૈયાર કરાઈ રહેલા નાસ્તા અને ભોજનને અમદાવાદ સ્ટેશન ઉપરાંત સાબરમતી, મણિનગર, અસારવા, કુબેરનગર, નરોડા સહિત આસપાસના સ્ટેશનની આજુબાજુના વિસ્તારોમાં વહેંચવામાં આવી રહ્યું છે.

{ સબ રજિસ્ટ્રાર મંડળે તમામ સબ-રજિસ્ટ્રારનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે. મંડળ દ્વારા સરકારને આ ફંડ ફાળો પહોંચાડાશે. લોકો સુધી સુવિધાઓ પહોંચે અને ગરીબ વર્ગને જરૂરિયાતની ચીજવસ્તુઓની કિટ મળી રહે. તબીબી સેવાને અસરકારક બનાવવા પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે.

{ ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખ રૂપિયા જમા કરાવશે. રાજ્યના ચાર ઝોનમાંથી દરેક ઝોનની સ્કૂલો 12.75 લાખ રૂપિયા એકઠા કરીને રાહત ફંડમાં જમા કરાવશે. બે દિવસમાં રાજ્યના ખાનગી સ્કૂલોના સંગઠન 51 લાખ રૂપિયા રાહત ફંડમાં જમા કરાવશે.
અન્ય સમાચારો પણ છે...