તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અાજનો ઈતિહાસ | પ્રો. અરુણ વાઘેલા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે વિશ્વવારસાનું નગર અમદાવાદનો (ઈ.સ.1411) મહાન સાહિત્યકાર વિક્ટર હ્યુગો અને બંગાળી બાળસાહિત્યકાર લીલા મજુમદારનો જન્મદિવસ છે. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો પણ શૈશવકાળ શિલોંગમાં વીત્યો હતો. 1919માં કોલકાતા આવ્યા મેટ્રિકની પરીક્ષામાં સમગ્ર બોર્ડમાં બીજા નંબરે ઉત્તીર્ણ થયા.એ જ રીતે બી.એ. અને એમ.એ.ની પરીક્ષામાં કોલકાતા યુનિ.માં પ્રથમ ક્રમે પાસ થયા હતા. અભ્યાસ પછી દાર્જિલિંગમાં શિક્ષક તરીકે જોડાયા પણ કવિવર ટાગોરના નિમંત્રણથી શાંતિનિકેતન સ્કૂલમાં જોડાયા હતા. તેઓ પોતાનો મોટાભાગનો સમય લખવા-વાંચવામાં પસાર કરતા. ઓલ ઈન્ડિયા રેડિયોમાં પણ કામ કર્યું હતું. સાહિત્ય સર્જનના ક્ષેત્રે તેમનું ફોકસ બાળ કોમેડી, જાસૂસી કથા, ભૂતકથાઓ, રસોઈ અને પુખ્ત નવલકથાઓ પર રહ્યું છે. બંગાળમાં ટાગોર પરિવારના સાહિત્ય સર્જનક્ષેત્રે દબદબા વચ્ચે લીલા મજુમદારના પરિવારે બાળસાહિત્યનો પાયો નાંખ્યો હતો. લક્ખી ચહેલે, બોડી નાથરબરી દિન દુપ્યુરે, શ્રીમતી, ટાગોરની જીવનકથા સહિત 125 જેટલા પુસ્તકો તેમના નામે છે, જેમાં 5 સહલેખક, 9 અનુવાદ અને 19 સંપાદનોનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ પુરસ્કાર, સંગીત નાટક અકાદમી સન્માન, ટાગોર સન્માન પ્રાપ્ત થયા હતા. 5 એપ્રિલ 2007એ તેમનું અવસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો