હિન્દાલ્કોનો ત્રિમાસિક ચોખ્ખો નફો 24 ટકા ઘટ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીએસઈ ખાતે લિસ્ટેડ 365 કંપનીઓ ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો જારી કર્યા છે. જેમાં સરકારી કંપની રેલ વિકાસ નિગમ અને પાવર ફાઈનાન્સ કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ઘટ્યો છે.

{હિન્દાલ્કોનો ત્રિમાસિક ચોખ્ખો નફો 24 ટકા ઘટ્યો: હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 1062 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષ રૂ. 1394 કરોડ કરતાં 23.8 ટકા ઘટ્યો છે. કંપનીની આવકો ઘટી રૂ. 29,494 કરોડ (રૂ.33,483 કરોડ) થઈ છે. કંપનીએ જણાવ્યા પ્રમાણે, નોવેલિસે ચીનમાંથી એલેરીસના એક્વિઝિશન માટે એન્ટી ટ્રસ્ટ અપ્રુવલ મેળવ્યુ છે.

{પીએફસીનો નફો 12 ટકા ઘટ્યો, શેરદીઠ 9.5નુ ડિવિડન્ડ: જાહેર સેક્ટરની પાવર ફાઈનાન્સ કંપનીનો ચોખ્ખો નફો રૂ. 3386.72 કરોડ (રૂ. 3876.17 કરોડ) નોંધાઈ છે. કુલ આવકો વધી રૂ. 15878.04 કરોડ (રૂ. 14050.95 કરોડ) થઈ છે. પાવર ફાઈનાન્સ કંપની પીએફસીએ શેરદીઠ રૂ. 9.5નુ વચગાળાનુ ડિવિન્ડ આપવા જાહેરાત કરી છે. જેની રેકોર્ડ ડેટ 2 માર્ચ છે. કંપની કોમર્શિયલ પેપર મારફત 15 હજાર કરોડ અને શોર્ટ ટર્મ ધિરાણ મારફત રૂ. 5000 કરોડ, લોંગટર્મ વિદેશી ચલણી બોન્ડ મારફત રૂ. 15,000 કરોડ એકત્ર કરશે.

{RVNLનો ચોખ્ખો નફો 63 ટકા ઘટ્યો : રેલ વિકાસ નિગમ લિ.નો ચોખ્ખો નફો 62.9 ટકા ઘટી રૂ. 103.48 કરોડ (રૂ. 279.51 કરોડ) થયો છે. કુલ આવકો વધી રૂ. 3773.13 કરોડ (રૂ. 3081.74 કરોડ) નોંધાઈ છે.

{P&G હાઈજીન-હેલ્થકેરનો નફો 10 ટકા વધ્યો: એફએમસીજી કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઈજીન-હેલ્થ કેર લિ.નો ત્રિમાસિક ચોખ્ખો નફો 9.51 ટકા વધી રૂ. 135.93 કરોડ (રૂ. 124.12 કરોડ) થયો છે. આવકો 5.03 ટકા વધી રૂ. 859.27 કરોડ (રૂ. 818.07 કરોડ) થઈ છે.

{વેલ્સપન ઈન્ડિયાનો નફો 50 ટકા વધ્યો: હોમ ટેક્સટાઈલ કંપની વેલ્સપન ઈન્ડિયાનો ત્રિમાસિક કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 50 ટકા વધી રૂ. 75.09 કરોડ (રૂ. 50.08 કરોડ) થયો છે. હોમ ટેક્સટાઈલ સેગમેન્ટમાં આવકો નજીવી વધી રૂ. 1643.67 કરોડ (રૂ. 1636.55 કરોડ) નોંધાવી છે.

ટોરેન્ટ પાવરનું રૂ.11.60નું વચગાળાનુ ડિવિન્ડ

અમદાવાદ સ્થિત ટોરેન્ટ પાવરનો ડિસેમ્બર ત્રિમાસિક ચોખ્ખો નફો 76 ટકા વધી રૂ. 420.62 કરોડ (રૂ. 238.19 કરોડ) નોંધાયો છે. કુલ આવકો રૂ. 3115.48 કરોડ (રૂ. 3,306.83 કરોડ) થઈ છે. કંપનીએ શેરદીઠ રૂ. 11.60નુ વચગાળાનુ ડિવિન્ડ આપવાની જાહેરાત કરી છે. એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો વધી રૂ. 1452.82 કરોડ (રૂ. 879.03 કરોડ) થયો છે. પરિણામની અસમંજસના પગલે શેર 0.82% ઘટી રૂ. 303.90 પર બંધ રહ્યો છે.

બ્રોકર્સ ફર્સ્ટ કટ વ્યુ : કંપની મજબૂત ફંડામેન્ટલ્સ સાથે સતત ગ્રોથ કરી રહી છે.

સરકારી કંપનીઓના નફામાં ધોવાણ

GNFCનો ત્રિમાસિક ચોખ્ખો નફો 48% ઘટ્યો

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સનો ડિસેમ્બર ત્રિમાસિક ચોખ્ખો નફો 48 ટકા ઘટી રૂ. 113.49 કરોડ (રૂ. 168.09 કરોડ) થયો છે. કુલ આવકો વધી 1312.77 કરોડ (રૂ. 1293.86 કરોડ) થઈ છે. આ ગાળામાં કંપનીની શેરદીઠ કમાણી રૂ. 3.51 ઘટી રૂ. 7.3 નોંધાઈ છે. એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો ઘટી રૂ. 268 કરોડ (રૂ. 654.54 કરોડ), કુલ આવકો ઘટી રૂ. 3930.33 કરોડ (રૂ. 4613.79 કરોડ) થઈ છે.
અન્ય સમાચારો પણ છે...