• Gujarati News
  • National
  • Ahmedabad News High Court Seeks Explanation On Atrocity Complaint In Chiripal Fire 055043

ચિરિપાલ અગ્નિકાંડમાં એટ્રોસિટીની ફરિયાદ શેના આધારે નોંધી: હાઈકોર્ટે ખુલાસો માગ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નારોલમાં આવેલી ચિરિપાલ ગ્રૂપની કપડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 5થી વધુ લોકોના મોત નીપજ્યાં હતાં. આ કેસમાં ચિરિપાલ જૂથના મેનેજર સહિતના 3 આરોપીએ તેમની સામેની એટ્રોસિટીની ફરિયાદ રદ કરવા અરજી કરી છે. હાઇકોર્ટે તપાસ અેજન્સીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. જેની વધુ સુનાવણી 17મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

નારોલમાં ગયા શનિવારે નંદન ડેનિમમાં લાગેલી આગમાં સાત વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. આ કેસમાં જનરલ મેનેજર બી.સી. પટેલ, રવિકાંત સિન્હા અને પી.આર શર્માએ હાઇકોર્ટમાં તેમની સામેની એટ્રોસિટીની ફરિયાદ રદ કરવા અરજી કરી છે.

અરજીમાં એવી દલીલ કરી છે કે, હત્યા અને એટ્રોસિટી બન્ને કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. એટ્રોસિટીની ફરિયાદ કેવી રીતે આ કેસમાં લગાવી શકાય? એટ્રોસિટીનો ગુનો તેમની સામે બનતો નથી. આ કેસમાં જસ્ટિસ એસ.એચ વોરાએ એવી ટકોર કરી કે હત્યાની ફરિયાદ યોગ્ય છે પરતું એટ્રોસિટીની કલમ કયા આધારે આ કેસમાં લગાવી શકાય? તે અંગે તપાસ અેજન્સીને ખુલાસો કરવા આદેશ કર્યો છે.

મૃતક વ્યક્તિઓની ઓળખ નહીં થઇ શકતી હોવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. ડીએનએના આધારે તેમની ઓળખ થઇ શકી હતી. મૃતકોના પરિવારજનોએ ચિરિપાલ જૂથના જવાબદાર મેનેજમેન્ટના સભ્યો સામે પગલાં લેવા માગ કરી હતી. મૃતકોના પરિવારજનોએ કારીગરોની પૂરતી કાળજી ન લેવાથી આ દુર્ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

તપાસ એજન્સીને જવાબ રજૂ કરવા HCનો આદેશ, વધુ સુનાવણી 17મીએ

ચિરિપાલના મેનેજર સહિત ત્રણે એટ્રોસિટીની ફરિયાદ રદ કરવા HCમાં અરજી કરી

એટ્રોસિટી ફરિયાદ ટકવાપાત્ર નથી: આરોપી

નંદન ડેનીમના બીજા માળે શર્ટિંગ ડિપાર્ટમેન્ટમાં આગ લાગી ત્યારે 60 કામદારો ફેકટરીમાં હતા. તેમાંથી કેટલાકને વેન્ટિલેશન ન મળતા તેઓ આગમાં ભડથું થઈ ગયા હતા. મૃતક પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, નંદન ડેનિમના જવાબદારોની બેદરકારીને લીધે તેમના પરિવારજનોને ગુમાવવાનો વારો આવ્યો છે. તેમની સામે હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારાશે નહીં. જો કે પોલીસે ફેકટરીના મેનેજર સહિતના સામે હત્યાની ફરિયાદ નોંધતા મૃતદેહનો સ્વીકાર કરાયો હતો. આરોપીઓએ કોર્ટ સમક્ષ દલીલ કરી છે કે એટ્રોસિટીની ફરિયાદ ટકવાપાત્ર નથી.
અન્ય સમાચારો પણ છે...