કોરોના અંગે લોકોને અવેર કરવા IIM-Aએ શરૂ કરી હેલ્થ પોડકાસ્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટોચના ડૉક્ટર - હેલ્થ એક્સપર્ટ કોરોનાથી તકેદારી રાખવા પ્રોડકાસ્ટમાં ટિપ્સ આપે છે

આઈઆઈએમ અમદાવાદના એચ.એમ.એસ દ્વારા કોરાના પર સ્પેશિયસલ સિરિઝ શરૂ કરવામાં આવી છે. આ સિરિઝમાં હાલમાં દેશના ટોચના ડૉક્ટર તેમજ જાણીતી હેલ્થ એક્સપર્ટ જોડાયા છે. જેમાં આ એક્સપર્ટ ટીમ દ્વારા વિસ્તારથી કોરોના વાઈરસના લક્ષણોથી લઈને કોરોના પોઝિટિવ ક્વોરેન્ટાઈનમાં રહેલા લોકોએ પોતાના સ્વાસ્થ્યની કેવી રીતે તકેદારી રાખવી અને પરિવાર તેમજ તેમના આસપાસના લોકોએ કેવી રીતે તકેદારી રાખવી તે અંગે ચર્ચા કરાશે અને ગાઈડલાઈન આપવામાં આવશે. કોરોના માહામારી મારી વિશ્વ સંપૂર્ણ મુક્ત ના થઈ જાય ત્યા સુધી પોડકાસ્ટસિરિઝને ચલાવવામાં આવશે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) અમદાવાદના સેન્ટર ફોર મેનેજમેન્ટ ઓફ હેલ્થ સર્વિસિસ (CMHS) દ્વારા હેલ્થ સેક્ટર સાથે સંકળાયેલા એક્સપર્ટ અને ડૉક્ટર સાથે મળીને હેલ્થ પોડકાસ્ટ ચલાવવામાં આવે છે.

જેમાં હેલ્થ સેક્ટર અને પબ્લિક હેલ્થ પર હેલ્ધી ડિસ્કશન કરાય છે. હાલ કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીથી વિશ્વના દેશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે ત્યારે આઈઆઈએમના સીએમએચએસ દ્વારા
હાલ કોરોના વાઈરસ અવેરનેસ માટે
કોરોના વાઈરસ પોડકાસ્ટસિરિઝ શરૂ કરવામાં આવી છે.

દેશના ટોચના હેેલ્થ એક્સપર્ટ અને ડૉક્ટર સાથે મળી

અન્ય સમાચારો પણ છે...