તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેમ્પથી વાસણા સુધી આજે હનુમાન યાત્રા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હનુમાન કેમ્પ મંદિરથી હનુમાનજી દર વર્ષે જન્મ દિનના એક દિવસ પહેલા પિતાજી વાયુદેવતાના વાસણા ખાતે આવેલા મંદિરે આશીર્વાદ લેવા જાય તેવી પરંપરા છે. આ વર્ષે પણ 19મીએ હનુમાન જયંતિ પહેલા 18મીએ હનુમાનજી કેમ્પ મંદિરેથી વાયુદેવતાનાં દર્શન કરવા જશે. હનુમાનજી કેમ્પ ટ્રસ્ટ દ્વારા સવારે 8 વાગે મંદિરથી હનુમાન યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રાનો શુભારંભ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીના હસ્તે થશે. આ યાત્રા શાહીબાગથી સુભાષબ્રિજ, આશ્રમ રોડ, પાલડી થઈ વાસણા શ્રી વાયુદેવતાજીના મંદિરે પહોંચશે. ત્યાંથી પરત અંજલિ ચાર રસ્તા ધરણીધર, વિજય ચાર રસ્તા, નવરંગ સ્કૂલ, સરદાર પટેલ બાવલા, ઉસ્માનપુરા થઈ નિજ મંદિરે પરત ફરશે. 1500 કિલો બુંદી તથા શીંગની ચીકી પ્રસાદમાં વહેંચાશે. સુશોભિત 30 જેટલી ટ્રકો, કાર અને અન્ય નાનાં મોટા વાહનોનો જોડાશે.

અન્ય સમાચારો પણ છે...