તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Hanging A Temporary Recession In Agri Commodities Estimated To Be Damaged In Ravi Crops From Maavatha 024657

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માવઠાથી રવી પાકને નુકસાનીના અંદાજે એગ્રી કોમોડિટીમાં કામચલાઉ મંદી અટકી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ | દેશના મોટા ભાગના રાજ્યો ઉપરાંત ગુજરાતમાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે રવી પાકોને નુકશાનીના અહેવાલે એગ્રી કોમોડિટીમાં કામચલાઉ મંદીને બ્રેક લાગી છે. ઘઉં, ચણા, રાયડો તથા જીરૂના પાકને નુકશાની પહોંચવા સાથે ગુણ‌વત્તા પણ નબળી પડશે તેવા અહેવાલે ભાવ મજબૂત રહ્યાં છે. સરેરાશ દોઢ ટકા સુધીની તેજી જોવા મળી છે.

રવી વાવતેર વિસ્તાર ઘટી 636 લાખ હેક્ટર રહ્યો, ઘઉંનો પાક 1000 લાખ ટન થવો મુશ્કેલ
રવી વાવેતરની કામગીરી પૂર્ણ થવા સાથે કાપણીની તૈયારી થઇ રહી છે ત્યારે ગુજરાતના મોટા ભાગના ઉત્પાદક મથકો પર માવઠું ઉપરાંત ભારે પવનના કારણે પાકને અસર થયાના અહેવાલો મળી રહ્યાં છે. ખાસકરીને ઘઉં, જીરૂ તથા ચણાના પાકને નુકશાની વધુ પહોંચશે. એક તરફ રવી વાવતેર વિસ્તાર નજીવો ઘટી 636 લાખ હેક્ટરમાં રહ્યો છે જે અગાઉના વર્ષે 648 લાખ હેક્ટરમાં નોંધાયું હતું. અનાજ તથા કઠોળના વાવેતર વિસ્તારમાં 5-15 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

એગ્રી કોમોડિટીમાં જીરૂ, ધાણા, ચણા એરંડા, ઘઉંમાં તેજીનો માહોલ રહ્યો હતો. જ્યારે ક્રૂડ ઘટીને ફરી 65 ડોલર પહોંચતા ગમ-ગવારમાં ભાવ તૂટ્યાં હતા. ધાણા વાયદો 2.13 ટકા ઉંચકાઇ 6330 બોલાતો હતો. જ્યારે જીરૂ વાયદો ઉંચકાઇ 15455 રહ્યો હતો. આગામી સમયમાં મથકો પર ભારે પવન સાથે વરસાદ થશે અને નુકશાની જશે તો તેજી લંબાઇ શકે છે.

ખાંડના ઉત્પાદન સામે માગ વધી શકે : દેશમાં ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન 300 લાખ ટન આસપાસ રહી જશે તેવો અંદાજ છે પરંતુ સામે વપરાશ વધીને 260 લાખ ટનથી વધી જાય તેવો અંદાજ અગ્રણી ટ્રેડરો મુકી રહ્યાં છે. જુના માલોનો મોટો સ્ટોકના કારણે ઉત્પાદનમાં ઘટાડાના અહેવાલો છતાં તેજી અટકી રહી છે. સરકારે લધુત્તમ કિંમત પ્રતિ કિલો 31 કરી હોવા છતાં હાજરમાં માલ બોજ વધુ છે સામે માંગ ઠંડી હોવાથી ભાવ સપાટી જળવાઇ રહી છે. જ્યાં સુધી નિકાસ વેપાર નહિં વધે ત્યાં સુધી તેજીના સંકેતો નકારાઇ રહ્યાં છે.

બેઝ મેટલ્સ માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ યથાવત
ટ્રેડવોર, રાજકીય જોખમો અને નાણાકીય અસ્થિરતાના કારણે વૈશ્વિક વેપાર પર દબાણ ચાલુ રહેશે તેવા અહેવાલો વચ્ચે બેઝ મેટલ્સ માર્કેટમાં તેજી યથાવત રહી છે. છેલ્લા એક માસથી મોટા ભાગની મેટલ્સ માર્કેટમાં તેજી આવી છે. સરેરાશ 5-20 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. હવેની તેજીનો મુખ્ય આધાર ટ્રેડવોર અને કરન્સી માર્કેટમાં ડોલર ઇન્ડેક્સની ચાલ કેવી રહે છે તેના પર રહેલો છે. બિનલોહ ધાતુઓમાં 103249 સોદાઓમાં કુલ રૂ.4751.92 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ 10 પૈસા વધીને રૂ.133.5 અને તાંબુ ફેબ્રુઆરી રૂ.2.6 વધીને રૂ.462.75 થયા હતા, જ્યારે સીસું ફેબ્રુઆરી 70 પૈસા વધીને રૂ.147.3 તથા નિકલ ફેબ્રુઆરી રૂ.2.6 વધીને પ્રથમ સત્રનાં અંતે રૂ.916.6 બંધ રહ્યા હતા. જસત વધીને બંધમાં રૂ.195.65 ના ભાવ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો