તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુટખા ખાવા પૈસા ન આપતા યુવકને છરીના ઘા માર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાપુનગરમાં એક યુવકે ગુટખા ખાવા માટે યુવક પાસે પૈસાની માગણી કરતા યુવકે પૈસા છુટ્ટાના હોવાનું જણાવતા ઉશ્કેરાયેલા શખસે યુવકને ગાળો બોલીને છરીના ઘા માર્યા હોવાની બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

બાપુનગરના ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા ગુરુદીપ ચૌહાણ (ઉ.વ.26) સોમવારે રાતે ગાંધીચોક બગીચા પાસે અમૂલ પાર્લર આગળ ઊભો હતો ત્યારે ગાંધી ચોક ખાતે રહેતા ઓમપ્રકાશસિંહ ચૌહાણ ત્યાં આવ્યો અને ગુરુદીપને ગુટખા ખાવા માટે પૈસા આપ તેમ કહ્યું હતું. ગુરુદીપે મારી પાસે છુટ્ટા પૈસા નથી એટલે હું નહીં આપું એ‌મ કહેતા ઓમપ્રકાશ સિંહ ઉશ્કેરાયો અને ગુરુદીપને ગાળો બાલવા લાગ્યો. મામલો ઉગ્ર બનતા ઓમપ્રકાશે તેને ચપ્પાના ઘા માર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...