ગુજરાતના સેઝને સ્માર્ટ અને ગ્રીન સેઝ તરીકે ડેવલપ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં આવેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને સ્માર્ટ અને ગ્રીન સેઝ તરીકે વિકસાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. કંડલા સેઝ અલ્ટ્રા-ફિલ્ટ્રેશન સાથે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન સ્થાપિત કરવા તેમજ ઝોનમાં સોલર પાવર ગ્રિડને સ્થાપિત કરવાની સાથે સંપૂર્ણ ઝોનને ગ્રીન ઝોનમાં પરિવર્તીત કરવામાં આવશે. આ ઉપરાંત સોલિડ વેસ્ટ અને ઝોનમાં સુએઝનાં ટ્રીટમેન્ટની સુવિધા ઊભી કરવામાં આવશે તેમ કંડલા સેઝનાં ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર અમિયા ચંદ્રાએ જણાવ્યું હતું. વધુમાં ગુજરાતમાં આવેલા સેઝમાં ચાલતા એકમો લાંબા સમયથી વીજળીના પુરવઠા અને તેના ભાવને લઇને મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેના નિરાકરણ માટે સેઝ ઓથોરીટીએ હવે વીજ ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે તેમ ગિફ્ટ સિટીમાં સેઝ અને ઇઓયુ પોલિસીઓ પર ઓપન હાઉસના કાર્યક્રમમાં જણાવાયું હતું.

રાજ્યના 20 સેઝ પોતાની જરૂરિયાત મુજબ સોલાર પવારનું ઉત્પાદન કરશે જેનો હેતુ વીજ ખર્ચ ઘટાડવાનો તેમજ સેઝમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવવાનો છે. અત્યારે મોટા ભાગના સેઝમાં સરકારી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ દ્વારા વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે જયારે અમુક જગ્યાએ ખાનગી કંપની પાવર સપ્લાય કરે છે. આ પાવર સેઝના એકમોને મોંઘો પડે છે. મોંઘી વિજળી અને ઉંચા ખર્ચના કારણે યુનિટો હજુ ધારણા મુજબ વિસ્તરણ કરી શકતા નથી જેના કારણે ખર્ચ ઘટાડા પર ભાર મુકાશે.

ગુજરાતમાંથી 2018-19માંથી રૂ.185 કરોડની નિકાસ થઇ
સેઝમાંથી થતી નિકાસનો અંદાજે 30 ટકા હિસ્સો ગુજરાતનો રહેલો છે. ગતનાણાંકિય વર્ષ 2018-19માં કુલ 185 કરોડની નિકાસ ગુજરાતમાંથી થઇ હતી. ગુજરાત કંડલા, સુરત, રિલાયન્સ, દહેજ, સ્ટર્લિંગ અને અદાણી સેઝ જેવા મલ્ટિ-પ્રોડક્ટ સેઝ; ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરનાં દરજ્જા સાથે ગિફ્ટ સિટી જેવા મલ્ટિ-સર્વિસીસ સેઝ અને ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, એન્જિનીયિરંગ ગૂડ્સ અને સર્વિસીસ સાથે સંકળાયેલા છે. ચાલુ વર્ષે નિકાસમાં સરેરાશ 50 ટકા સુધીનો વધારો થાય તેવા સંકેતો છે.

અન્ય સમાચારો પણ છે...