તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાદલડી વરસી ને ગ્રાઉન્ડ ધોવાઇ ગયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડધાં નોરતાં વરસાદમાં જશે એવી આશંકાના પગલે ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા
કુલ પાનાં 14 + 12 +4 + 8 (બાળ ભાસ્કર) = 38

અમદાવાદ, શનિવાર, 28 સપ્ટેમ્બર, 2019
અમદાવાદ | અમદાવાદમાં ગુરુવારે મધરાતથી શરૂ થયેલા સાર્વત્રિક 1થી 4 ઇંચ વરસાદમાં શહેર જળબંબાકાર બન્યું હતું. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ ઢીંચણસમા પાણી ભરાયા હતા જેને કારણે દર વર્ષે અહીં યોજાતી વાઈબ્રન્ટ નવરાત્રિની તૈયારીમાં પણ વિઘ્ન આવ્યું હતું. મુખ્ય મંચ સહિત સાઉન્ડ સિસ્ટમ પણ પલળી ગઈ હતી. તેને પ્લાસ્ટિકના મીણીયાથી ઢાંકવાની ફરજ પડી હતી. થોડા વર્ષ પહેલા પણ આવી જ રીતે વરસાદને કારણે નવરાત્રિમાં વિઘ્ન આવ્યું હતું. શહેરના સંખ્યાબંધ સ્થળોએ કરેલી ગરબાની તૈયારીઓ પણ ધોવાઈ ગઈ જેને કારણે નવરાત્રિના આયોજકો અને ખૈલેયાઓ ચિંતિત બન્યા છે. ચાલુ વર્ષે પણ હવામાન વિભાગે 2 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આથી વરસાદ બંધ રહેશે તો જ ખુલ્લા મેદાનમાં ગરબાનો આનંદ માણી શકવાનો અવસર ખૈલેયાઓને મળી શકશે.

કિંમત Rs. 4.00, વર્ષ 17, અંક 127 મહાનગર

ભાદરવા વદ અમાસ િવક્રમ સંવત 2075
ક્યાં કેટલો વરસાદ
ધ્રાંગધ્રા 5.00

જોડિયા 5.00

લખતર 4.00

વઢવાણ 3.5

ઉના 3.00

ગીર ગઢડા 3.00

રાજુલા 2.5

ચોટીલા 2.5

12 રાજ્ય | 65 સંસ્કરણ
દક્ષિણ ગુજરાત ઉપર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.વરસાદના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાયા છે. નવરાત્રિને આડે બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો.

2 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં વરસાદ પડવાની શક્યતા
અરબી સમુદ્રમાં પૂર્વ સૌરાષ્ટ્ર તરફ સમુદ્ર લેવલે આગામી 24 કલાકમાં નવી લૉ પ્રેશર સિસ્ટમ ડેવલપ થશે. આથી ગુજરાતમાં 2 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...