તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Gp Investigation Has Been Entrusted To The Former President After Complaints Of Grants 024515

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ.પં. પૂર્વ પ્રમુખે ગ્રાન્ટમાં ગેરરીતિ કર્યાની ફરિયાદ બાદ તપાસ સોંપાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પુષ્પા જે.ડાભીએ 80 લાખની ગ્રાન્ટ વાપરી નાંખી હોવાની ફરિયાદ કોંગ્રેસના મહિલા સભ્યે કરતા ભાજપની કારોબારી સમિતિએ તપાસ સોંપી છે. કારોબારી ચેરમેન મનુજી ઠાકોરે કહ્યું હતું કે જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ કમિટીના અધ્યક્ષ પ્રમુખ હોય છે. પૂર્વ પ્રમુખે હોદ્દાનો દૂરુપયોગ કરી ગ્રાન્ટ વાપરી કાઢી હોવાની ફરિયાદ મહિલા સભ્ય દેવકુંવરબા દાયમાંએ કરી છે. પ્રમુખ ઉપરાંત સમિતિમાં ચંદ્રિકા નટુભાઇ ઠાકોર પણ હતાં. તપાસ કમિટી 15 દિવસમાં હેવાલ રજૂ કરશે. હાલ તપાસ ચાલતી હોવાથી સમિતિના હિસાબો મંજૂર કરાયા નથી.

આક્ષેપોને નકારતા પૂર્વ પ્રમુખે કહ્યું કે મારી સામે જાણી જોઇને ફરિયાદ કરાઇ છે. મારી સામે કિન્નાખોરી રાખી તપાસ સોંપાઇ છે. હું તપાસથી ડરતી નથી. પૂર્વ પ્રમુખની એલઇડી પોલ માટેની ગ્રાન્ટ પણ રદ કરી અન્ય કામમાં વાપરવામાં આવી છે. ઉપરાંત તેમના કાર્યકાળમાં વાહન પાછળ કરાયેલા ખર્ચમાં પણ ગેરરીતિની ફરિયાદો ઊઠી છે. કોંગ્રેસના કાર્યકાળમાં પ્રમુખે કરેલા તમામ ખર્ચની વિગતો ચકાસાઇ રહી છે. ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ કોંગ્રેસના બળવાખોર અને ભાજપના સભ્યોએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો