તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Government39s Representation To Cancel Kathariah39s Bail Application In The Case Of Treason 054530

રાજદ્રોહના કેસમાં કથીરિયાની જામીન અરજી રદ કરવા સરકારની રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજદ્રોહના ગુનામાં જામીન મેળવવા માટે પાસના નેતા અલ્પેશ કથીરિયાએ કરેલી જામીન અરજીને ફગાવી દેવા માટે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ એફિડેવિટ કરી હતી, જેમાં આરોપી દ્વારા સેશન્સ કોર્ટમાં અરજી કરવાને બદલે સીધી હાઇકોર્ટમાં રિટ કરી હોવાથી પણ તે ટકી શકે તેમ ન હોવાની રજૂઆત કરાઇ છે.

સેશન્સ કોર્ટે 15મી જાન્યુઆરીએ તેના જામીન રદ્ કર્યા હતા. તેની સામે તેણે 22મી જાન્યુઆરીએ હાઇકોર્ટમાં રિટ કરી હતી. પિટિશન પેન્ડિંગ હતી તે દરમિયાન 18મી ફેબ્રુઆરીના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેણે પેન્ડિંગ પિટિશન પરત ખેંચી હતી. આ સંજોગોમાં કાયદાકીય જોગવાઇ પ્રમાણે આરોપીએ સેશન્સ કોર્ટમાં અરજી કરવાની રહે છે. તેથી આ રિટ રદ્ કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...