તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી એન્જિ. કોલેજોમાં યુનિક ભઠ્ઠી તૈયાર કરાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગાંધીનગરની સરકારી એન્જિનિયરિંગ કોલેજના મેટલર્જી વિભાગના પ્રાદ્યાપક દેવાંગ વી. મહંતના માર્ગદર્શન હેઠળ ભૂતપુર્વ વિદ્યાર્થી આસિફ મનસુરી તથા તેઓની ટીમ શશી શેખર, અપર્ણા શ્રીવાસ્તવ અને અપુર્વા ચૌહાણ દ્વારા રિવોલ્યુશનરી નોન ફેરિયસ ઇનોવેટરી ફુરનેસના સંશોધનનું ભારતીય પેટન્સ ઓફિસ દ્વારા પ્રકાશન 30 ઓગસ્ટ 2019એ કરાયું છે.

ફાઉન્ડ્રી ઉદ્યોગો એક વધુ ઊર્જા વપરાશ કરતુ ઔદ્યોગીક એકમ ક્ષેત્ર છે. ફાઉન્ડ્રી યુનિટમાં 60થી 70 ટકા ઉર્જા માત્ર ધાતુને પીગળાવવા માટે જ વપરાય છે. જેના પર મોટો ખર્ચ થાય છે. પરંપરાગત રીતે બિનલોહ ધાતુને પીગાળવા માટે વધારે સમય જાય છે.

લઘુ એકમના ફાઉન્ડ્રી ઉદ્યોગોની ઉપરોક્ત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આરએનઆઇએફની રચના અને અજમાયશી કાર્યરત પ્રતિકૃતિ આશરે 100 કિલો બિનલોહ ધાતુને પીગાળવાની ક્ષમતા ધરાવે છે. બિનલોહ ધાતુને પીગાળતા સમયે ઉત્પન્ન થતી ઊર્જાનો પણ ઉપયોગ કરીને ભઠ્ઠીની કાર્યક્ષમતામાં વધારો કરે છે. આ ભઠ્ઠીના ઉપયોગથી ઉદ્યોગ સાહસિકો ઓછા ખર્ચે વધારે કામ લઇ શકશે. આ પ્રોજેક્ટના ગુજરાત રાજ્ય સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી અંતર્ગત પસંદ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો