• Gujarati News
  • National
  • Ahmedabad News Global Grain Production Will Touch Record 2722 Billion Tonnes Fao 054645

વૈશ્વિક અનાજનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક 2.722 અબજ ટનને આંબશે : ફાઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (ફાઓ) દ્વારા આ વર્ષે વૈશ્વિક અનાજ ઉત્પાદન માટે પ્રથમ આગાહી કરવામાં આવી છે. 2018માં ઘટાડો થયા બાદ 2019 માટે રેકોર્ડ આઉટપુટ જોવા મળશે. વર્ષ 2019 માટેની તેની પહેલા અંદાજની ફાઓએ આગાહી કરી હતી કે આ વર્ષે અનાજનું ઉત્પાદન 2.722 અબજ ટન આંબશે જ્યારે 2018થી 2.7 ટકાનો વધારો થયો છે.

અનાજ ઉત્પાદનમાં ઘઉં, મકાઈ અને જવનો સમાવેશ થાય છે જે મુખ્યત્વે અનાજ ઉત્પાદનમાં અનુક્રમે 5.0 ટકા, 2.3 ટકા અને 5.4 ટકાનો વધારો દર્શાવે છે. વૈશ્વિક ચોખાનું ઉત્પાદન મોટે ભાગે સ્થિર હતું. ફાઓએ જણાવ્યું હતું કે વધતી જતી વૈશ્વિક વસ્તીને કારણે અનાજનો વૈશ્વિક ખાદ્ય વપરાશ આ વર્ષે ઓછામાં ઓછો 1.1 ટકા વધ્યો છે. વિશ્વ અનાજ વપરાશ 2019-20 માં 1.5 ટકાનો વધારો દર્શાવે છે. તેનો અર્થ એ થયો કે વૈશ્વિક અનાજનો જથ્થો 0.7 ટકાથી ઘટાડીને 847 મિલિયન ટન રહેશે જે 2015/16 પછીનો સૌથી નીચો જથ્થો રહેશે.

મલેશિયામાં પામતેલનો સ્ટોક 6.6 ટકા ઘટ્યો : મલેશિયાના પામ ઓઇલ બોર્ડ (એમપીઓબી)ના અહેવાલ અનુસાર એપ્રિલ 2019ના અંતે પામતેલનો સ્ટોક 6.62 ટકા ઘટીને 2.73 મિલિયન ટન રહ્યો હતો જે માર્ચ 2019માં 2.92 મિલિયન ટન નોંધાયો હતો. ક્રૂડ પામતેલનો સ્ટોક ઘટી 1.59 મિલિયન ટન રહ્યો હતો જ અગાઉના મહિને 1.68 મિલિયન ટન નોંધાયો હતો. ઉત્પાદનમાં અને સ્ટોકમાં ઘટાડો થયો છે. એમપીઓબી અહેવાલ દર્શાવે છે કે અગાઉના મહિનાથી ઉત્પાદન 1.4% ઘટીને 1.65 મિલિયન ટન થયું છે. દરમિયાન એપ્રિલના નિકાસ બીજા મહિનામાં માર્ચથી 2% વધીને 1.65 મિલિયન ટન રહ્યો હતો.એગ્રી કોમોડિટીમાં બે તરફી ચાલ જોવા મળી છે. ડોલરની અફરાતફરી વચ્ચે નિકાસ વેપારો અટવાઇ રહ્યાં છે. નબળું ચોમાસું રહે તો ઝડપી તેજીના સંકેતો છે.

અન્ય સમાચારો પણ છે...