તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Ginger Gourd Fenugreek Powder Gourd Used In City39s Heritage Constructions 055027

સિટીના હેરિટેજ બાંધકામોમાં યુઝ થયો ગુંદર, ગોળ, મેથીનો પાવડર, આંબળા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1411માં અમદાવાદની સ્થાપના અને તે પહેલા પણ બનેલા શહેરના હેરિટેજ સ્ટ્રક્ચર અનેક કુદરતી આફતો સામે અડીખમ ઉભા છે. આ અડીખમ હેરિટેજ સ્ટ્રક્ચરની મજબૂતાઈ પાછળના રહસ્યો જાણવા માટે શહેરની સાલ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટમાં સિવિલ એન્જિનિયરિંગ કરતા સંદીપસિંગ ચાવલા અને પિયુષ ગજ્જરે 3 મહિના સુધી એએમસીના ‘હેરિટેજ કન્ઝર્વેશન પ્રોજેક્ટ’અંતગર્ત રિસર્ચ વર્ક કર્યુ હતુ. જેમાં જાણવા મળ્યંુ છે કે, હેરિટેજ સ્ટ્રક્ચરની મજબૂતાઈ પાછળનું કારણ બાધકામના મટીરિયલ તરીકે વપરાયેલ ગોળ, ગુંદર, મેથીનો પાવડર,આંબલી અરિઠા અને ચૂનો છે. અહેવાલ : વિજય ચૌહાણ

સિમેન્ટ- રેતીની જગ્યાએ વપરાતું હતું આ ટ્રેડિશનલ મટીરિયલ
ચૂનો: ચૂનોએ આધુનિક સમયમાં વપરાતાં સિમેન્ટનું કામ કરતો હતો.મોટાભાગના બાંધકામોમાં ચૂનાનું મિશ્રણ, ચૂનાનું પાણી અને ચૂનાનો પથ્થર યુઝ કરવામાં આવતો. જેમાંથી સ્ટ્રક્ચરને સિમેન્ટ જેટલી મજબૂતાઈ મળતી હતી.

મેથીનો પાવડર: મેથીનો પાવડરની ચૂનો અને અન્ય બાંધકામના મટીરિયલના મિશ્રણને જોડી રાખવા માટે યુઝ કરવામાં આવતો.

ગોળ: ગોળ એ અલગ અલગ મટીરિયલને એકબીજા સાથે જોડી રાખીને મજબૂતાઈ આપવાનું કામ કરતો હતો.

ગુંદર: ગુદરનું કામ પણ ગોળની જેમ બાંધકામમાં વપરાતા વિવિધ મટીરિયલને જોડી રાખવાનું કામ કરતો હતો.

આંબલી: આંબલીથી બાંધકામની સ્ટ્રેન્થ વધી જતી હતી.

અરિઠા: બાંધકામ લાંબાગાળે એકબીજાથી અલગ ના થઈ જાય તે માટે અરિઠાનો ઉપયોગ કરવામાં ‌આવતો હતો.

સુરખી(ઈંટોનો ભૂક્કો): દિવાલો પર કલર કરવા માટે ઈંટોનો ભૂક્કો ‘સુરખી’નો ઉપયોગ કરવામાં આવતો. જે વર્ષો સુધી દિવાલો પર ટકી રહેતો.

લીંબુ: ક્લિનિંગ હેતુથી જૂના જમાનામાં લીંબુનો ઉપયોગ કરવામાં આવતો.

શંખજીરૂ: બાંધકામને વોટરપ્રૂફ બનાવવા માટે અને કોટીંગ કરવા માટે શંખજીરૂનો ઉપયોગ કરવામાં આવતો હતો.

25 ટ્રેડિશનલ મટીરિયલ વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યા
અન્ય સમાચારો પણ છે...