તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગિફ્ટ SEZમાં યુનિટ સ્થાપવા વધુ 18 નવી અરજીઓ મળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિગ ડેટા એનાલિસિસ સેક્ટરની કંપનીઓ પ્રવેશવા આતુર

ગિફ્ટ સેઝમાં રેડી ટૂ મૂવ - પ્લગ એન્ડ પ્લે ઓફિસમાં સેઝ એકમો સ્થાપિત કરવા નવી 18 અરજીઓ મળી હતી. ડેવલપમેન્ટ કમિશનરની ઓફિસ અને ગિફ્ટ સેઝ 31 માર્ચ, 2020 અગાઉ આ યુનિટની કામગીરી શરૂ થાય એ માટે ફાસ્ટ ટ્રેક પર તમામ મંજૂરીઓ આપવા કામગીરી કરી રહ્યાં છે.નવી અરજીઓ મુખ્યત્વે IT/ITes ક્ષેત્રની છે, જે આઇટી સોફ્ટવેર ડેવલપમેન્ટ, મોબાઇલ એપ ડેવલપમેન્ટ, ઓફશોર ડિઝાઇન, બિગ ડેટા એનાલીટિક્સ, ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ કન્સલ્ટિંગ, BPO/KPO અને રિક્રૂટમેન્ટ સેવાઓ જેવા સેગમેન્ટની છે.

સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (SEZ)ની સનસેટ જોગવાઈ 1 એપ્રિલ, 2020થી અમલમાં આવવાની સાથે ગિફ્ટ સેઝ પ્લગ એન્ડ પ્લે રેડી ઓફિસને સ્પર્ધાત્મક ખર્ચે ઉચ્ચ ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધા મળશે, જે મોટી સંખ્યામાં કંપનીઓને આકર્ષી રહ્યો છે. અત્યાર સુધી મોટી સંખ્યામાં અરજીઓ મળી છે. ગિફ્ટ સેઝમાં યુનિટ સ્થાપિત કરવા માટે કંપનીઓના ધસારાને ધ્યાનમાં રાખીને ડેવલપમેન્ટ કમિશનર, ગિફ્ટ સેઝે 24 માર્ચ, 2020નાં રોજ નવા યુનિટની માગ સંતોષવા યુનિટને મંજૂરી આપવા માટેની સમિતિની વધુ એક બેઠક યોજવાની જાહેરાત કરી છે.

11 માસમાં રૂ. 3740 કરોડની સેવા નિકાસ

ગિફ્ટ સેઝ આઇએફએસસી સૌથી વધુ ઝડપથી વિકસતાં સર્વિસ SEZ પૈકીનો એક છે, જે 180 માન્યતા પ્રાપ્ત યુનિટ ધરાવે છે. અહીંથી નાણાકીય વર્ષ 2019-20માં ફેબ્રુઆરી, 2020 સુધી પ્રથમ 11 મહિનામાં આશરે રૂ. 3740 કરોડનાં મૂલ્યની સેવાઓની કુલ નિકાસ થઈ છે. તાજેતરમાં ગિફ્ટ SEZને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં કંડલા SEZ દ્વારા ‘સર્વિસ સેક્ટરમાં બેસ્ટ SEZ’ નો એવોર્ડ પણ
આપ્યો હતો.

અમદાવાદ| આઇએફએસસી ધરાવતા ગિફ્ટ સિટીના મલ્ટિ-સર્વિસીસ સેઝમાં મોટી સંખ્યામાં IT/ITes કંપનીઓ પોતાના યુનિટ સ્થાપિત કરી રહી છે. યુનિટ સ્થાપિત કરવા માટે મંજૂરી આપતી સમિતિની બેઠક 16 માર્ચ, 2020નાં રોજ યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...