તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Ghodasar Muktijeevan Swamibapa Commemorates The 28th Anniversary Of The Memorial Temple 055542

ઘોડાસર મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિરના 28મા પાટોત્સવની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોડાસરમાં આવેલા સ્મૃતિ મંદિરના શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિરનો 28મા વાર્ષિક પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પાટોત્સવમાં મણિનગર ગાદી સંસ્થાનના અધ્યક્ષ પુરુષોત્તમ પ્રિયદાસજીએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમના સાનિધ્યમાં દેશ-વિદેશના અનેક હરિભક્તો સેવાઓ કરી રહ્યા છે. શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિરનો 28મો પાટોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી સંતો હરિભક્તો વિશાળ સમુદાય સાથે પ્રથમ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો.

ઉજવણી દરમિયાન ષોડશોપચાર, પૂજન, અર્ચન, આરતી, અન્નકૂટ શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની પૂર્ણાહુતિ તથા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા.

અન્ય સમાચારો પણ છે...