તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Ghatlodiya39s Juvenile Home Escaped From Mumbai To See The Movie Stars 024603

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિલ્મ સ્ટાર્સને જોવા ઘાટલોડિયાનો કિશોર ઘરેથી ભાગી મુંબઈ પહોંચ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | ફિલ્મ સ્ટાર અને સિરિયલોના કલાકારો મોર્નિંગ વોક માટે અને ફરવા માટે જુહુ બીચ પર જતા હોવાનું સાંભળી તેમને જોવાની ઇચ્છા પૂરી કરવા શહેરનો 13 વર્ષનો કિશોર ઘરેથી ભાગીને મુંબઈ જતો રહ્યો હતો. જોકે પોલીસ કિશોર પાસે રહેલા મોબાઇલ ફોનનો નંબર ટ્રેસમાં મૂકીને લોકેશનના આધારે તેની ભાળ મેળવી તેને અમદાવાદ પાછો લાવી હતી.

પોલીસે મોબાઇલ નંબરના આધારે લોકેશન મેળવી ભાળ લીધી
ઘાટલોડિયામાં રહેતા રિક્ષાચાલકનો 13 વર્ષનો પુત્ર કે.કે. નગરમાં આવેલી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. નિત્યક્રમ અનુસાર શુક્રવારે બપોરે 3 વાગ્યે કિશોર ઘરથી બાજુની સોસાયટીમાં આવેલા ટ્યૂશન ક્લાસીસમાં જવા નીકળ્યો હતો, પરંતુ સાંજ સુધી તે પાછો ન આવતા માતા-પિતા અને મામાએ શોધખોળ શરૂ કરી હતી. આખરે પિતાએ ઘાટલોડિયા પોલીસમાં પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવી હતી, પોલીસે શનિવારે કિશોરની સ્કૂલમાં તપાસ કરીને તેના મિત્રોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે માતાપિતાની જાણ બહાર ફોન ખરીદ્યો હતો. પોલીસે તેનો નંબર ટ્રેસમાં મૂકતા તેનું લોકેશન મુંબઈ આવ્યું હતું. પોલીસની ટીમ તેના પિતાને સાથે લઈને મુંબઈ જવા નીકળી જ રહી હતી ત્યારે તેણે પિતાને ફોન કરીને કહ્યું હતું કે, ‘હું બોરિવલી રેલવે સ્ટેશન પર છું. મને લેવા મામાને મોકલો.’ આથી પોલીસ કિશોરના પિતાની જગ્યાએ તેના મામાને લઈ કિશોરને મુંબઈથી હેમખેમ પરત લાવ્યા હતા.

કિશોરે જણાવ્યું હતું કે તેને જુહુ બીચ જોવા જવાની ઇચ્છા હોવાથી તે મુંબઈ ગયો હતો.

પિગી બેંકના પૈસા લઈ મુંબઈ ગયો
કિશોર ઘરેથી પિગી બેંકમાંથી રૂ. 300 અને માતા પાસેથી રૂ. 20 લઈને નીકળ્યો હતો. કાળુપુર રેલવે સ્ટેશનથી લોકલ ટ્રેનની રૂ. 120ની ટિકિટ લઈને મુંબઈ ગયો હતો. મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ઊતરીને જુહુ બીચ જઇ ત્યાં વડાપાંઉ અને ભાજીપાંઉ ખાધાં હતાં, જેમાં બધા પૈસા વપરાઈ જતા તે બોરિવલી રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો