તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાબરમતીમાંથી 10 લાખની જૂની નોટો ભરેલી થેલી મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | અઢી વર્ષ પહેલાં કેન્દ્ર સરકારે રદ કરેલી 500 અને 1000ના દરની જૂની રૂ. 10 લાખની નોટો ભરેલી કોથળી સાબરમતી નદીમાંથી મળી આવી છે. બુધવારે રાત્રે કોઇ વ્યક્તિએ આ નોટો ભરેલી પોટલું નદીમાં ફેંક્યું હતું. આ પોટલું ગાંધી બ્રિજના દૂધેશ્વર તરફના છેડે વોકવે તરફની સીડી બાજુ નદીમાં તરી રહ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર આવીને નોટો ભરેલું આ પોટલું બહાર કાઢ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી નોટો ફેંકી ગયેલા વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે. આ અંગે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જી. એચ. પઠાણે જણાવ્યું હતું કે ગુરુવારે સવારે મોર્નિંગ વોકમાં આવેલા લોકોએ પૈસા ભરેલું પોટલું નદીમાં તરતું હોવાનો મેસેજ આપતા અમે પહોંચ્યા હતા અને પોટલું બહાર કાઢતાં તેમાંથી રદ કરાયેલી 500 અને 1000ની નોટોના બંડલો મળી આવ્યા છે. આ તમામ બંડલો પર જુદી જુદી બેંકોની પેકિંગ રિંગ પણ લગાવેલી છે. જેના આધારે આ પૈસા કોણે કઇ બેંકમાંથી ઉપાડ્યા હતા. તે દિશામાં તપાસ હાથ ધરી છે.’

અન્ય સમાચારો પણ છે...