સ્ટેજ ઉપર રજૂ થઈ ગરબા અને ક્લાસિકલ ડાન્સની જુગલબંદી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
13મી સદીથી ચાલી આવતી ગરબાની ટ્રેડિશન અને તેનાથી પણ પ્રાચીન ક્લાસિકલ ડાન્સની ટ્રેડિશનની જુગલબંદી થઈ સ્ટેજ પર. શનિવારે રાત્રે ભવન્સના જેએ ઓડિટોરીયમમાં લોકનર્તન ઉત્સવ’ યોજાયો તેમાં કલાલયમની નૃત્યાંગનાઓએ ‘રંગ દે રી ચૂંદડી’ પરફોર્મન્સમાં ગરબા અને ક્લાસિકલ ડાન્સ (ભરતનાટ્યમ)ની જુગલબંદી કરી. આ જુગલબંદી ઉપરાંત બીજા પરફોર્મન્સમાં આ ગ્રૂપે નૃત્ય નાટ્યના કલા વૈભવની પ્રસ્તુતિ કરી હતી. કુલ 11 જેટલી નૃત્ય આઈટમ્સમાં 25 જેટલી નૃત્યાંગનાઓએ ભાગ લીધો. આ તમામ નૃત્યાંગનાઓએ તેમની ફોક અને ક્લાસિકલ ડાન્સની ક્રિએટીવિટીનો પરિચય શહેરીજનોને કરાવ્યો.

આજથી નવરાત્રિ છે ત્યારે યોજાયો ઉત્સવ
આજથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠશે ત્યારે ભવન્સ કલ્ચરલ અકાદમીના ઉપક્રમે આ કલ્ચરનો વધુને વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ક્લાસિકલ ડાન્સની સાથે ફોક ડાન્સનું સંયોજન કરીને કરવામાં આવેલી આ પ્રસ્તુતિઓ શહેરીજનો માટે એક આકર્ષણ બન્યો. શહેરના યંગસ્ટર્સ આજે વેસ્ટર્ન ડાન્સના તાલે જૂમે છે ત્યારે આપણી સદીઓ જૂની આ પરંપરા જળવાઈ રહે તે પણ એટલુ જ મહત્વનું છે. ભવન્સ કલ્ચરલ અકાદમી આ રીતે શહેરમાં અવનવા આયોજનો કરીને કલ્ચરને રિવાઈવ કરે છે.

City Activity
હાલ શહેરમાં ડાન્સની પરંપરા જળવાય તે સૌથી મહત્વનું છે
હું માનું છું કે પરંપરા કોઈ પણ હોય પછી તે ફોંકડાન્સની હોય કે ક્લાસિકલ ડાન્સની. તે જળવાઈ રહેવી જોઈએ. લોકનર્તન ઉત્સવ તે આ પરંપરાનું પ્રતિબિંબ છે જેમાં કલાલયમની 25 જેટલી નૃત્યાંગનાઓએ ભાગ લીધો. એટલું જ નહીં તેમણે અંતરની ઊર્મીઓને એકસાથે ગ્રૂપમાં સંગીત સાથે તાલબદ્ધ કરી. આ રીતે શહેરીજનો પણ આ લોકનર્તન ઉત્સવમાં જોડાયા અને તેમણે નૃત્યાંગનાઓના પરફોર્મન્સને તાળીઓથી દાદ આપી. -રૂચા ભટ્ટ,કલાલયમ

અન્ય સમાચારો પણ છે...