બિઝનેસ મોડલ તૈયાર કરશે શહેરનાં ફ્યુચર આંત્રપ્રિન્યોર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(ઈડીઆઈઆઈ) દ્વારા દરવર્ષે બાળકોથી માડીંને યંગસ્ટર્સ માટે સમર કેમ્પસનું આયોજન કરવામાં આવે છે.ગઈકાલે ઈડીઆઈઆઈ કેમ્પસ ખાતે યંગસ્ટર્સ માટે ‘સમર કેમ્પ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.યંગસ્ટર્સને ઈડીઆઈઆઈ કેમ્પસ વિશે માહિતી આપવામાં આવી હતી.આ સાથે અન્ય કેમ્પમાં ભાગ લેનાર યંગસ્ટર્સ સાથે ગેટ ટુ ગેધર કરવામાં આવ્યું હતું.

18 રાજ્યોનાં 1445 યુવાનો આપી ઈડીઆઈઆઈએ તાલિમ:

છેલ્લાં 26 વર્ષથી ઇડીઆઇઆઈએ ‘નેશનલ સમર કેમ્પ ઓન આંત્રપ્રિન્યોરિયલ એડવેન્ચર્સ’ દ્વારા યુવાનોને વિશિષ્ટ તક આપે છે. આ કેમ્પોમાં 18 રાજ્યોનાં 1445 યુવાનોને દિશા મળી છે. ચાલુ વર્ષે સંસ્થાએ આ પ્રકારનાં બે કેમ્પ 35 અને 36માં સમર કેમ્પ ઓન આંત્રપ્રિન્યોરિયલ એડવેન્ચર્સ ફોર યૂથની જાહેરાત કરી છે.જેની શરૂઆત ગઈકાલથી થઈ છે.આ સાથે બીજો સમર કેમ્પ 2થી 11 જૂને યોજાશે.

સમર કેમ્પમાં શુ શીખશે યંગસ્ટર્સ:
સમર કેમ્પમાં વિદ્યાર્થીઓએ ઉદ્યોગ સાહસિકતાના પાઠ શીખશે.આ સાથે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે ક્યા પ્રકારની તૈયારીઓ અને માર્કેટનું એનાલિસિસ કરવુ પડે તે વિશે માહિતી આપવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓને સક્સેસ બિઝનેસ સ્ટોરી વિશે ગેસ્ટ લેક્ચર દ્વારા માહિતી આપવામાં આવશે.વિદ્યાર્થીઓ બિઝનેસ મોડલ્સ પણ તૈયાર કરશે.અમદાવાદ અને ગુજરાતના ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં જઈને ઈન્ડસ્ટ્રીઝ કઈ રીતે કામ કરે છે તે વિશે પણ પ્રેક્ટિકલ સેશન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...