• Gujarati News
  • National
  • Ahmedabad News From The Moving Car To The House Where Moko Was Found The Body Of The Minor Was Assaulted 055055

ચાલતી કારથી લઇ ઘરમાં- મોકો મળ્યો ત્યાં સગીરાનો દેહ ચૂંથ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલીની સગીરા પર છ-છ નરાધમોએ વારંવાર દુષ્કર્મ આચર્યાની ઘટનામા આજે આખરે અમદાવાદના યુવક સહિત છ શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ નરાધમોએ ઘરથી લઇ ચાલુ કારમા જયાં પણ મોકો મળ્યો ત્યાં સગીરાનો ગેરલાભ ઉઠાવ્યો હતો. સૌપ્રથમ માસીયાઇ ભાઇએ શિકાર બનાવ્યા બાદ સગીરાના મિત્રએ અને ત્યારબાદ આ મિત્રના મિત્રોએ પણ દુષ્કર્મ આચર્યું હતું.

સૌપ્રથમ સગા માસીયાઇ ભાઇએ હવસનો શિકાર બનાવી હતી
છેલ્લા બે દિવસથી અમરેલી શહેરમા આ પ્રકરણ ચર્ચામા હતુ. ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચેલી સગીરા પાસેથી આખી વાતનો તાગ મેળવી આજે સીટી પોલીસે અમદાવાદમા નરોડામા રહેતા તેના સગા માસીયાઇ ભાઇ ઉપરાંત જુનાગઢના સરસઇમા રહેતા મહાવીર વાળા, અમરેલીમા નવજીવન હોસ્પિટલ પાછળ માણેકપરામા રહેતા રવિરાજ ઉર્ફે રાજા કાઠી, ટીંબામા રહેતા કુલદીપ કાઠી, અમરેલીનો લાલો ધાખડા અને તેજસ જેબલીયા નામના શખ્સો સામે જુદાજુદા સ્થળે વારંવાર દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાવી છે.

ગઇ નવરાત્રીમા આ સગીરા અમદાવાદમા માસીના ઘરે રોકાવા ગઇ ત્યારે એકલતાનો લાભ લઇ માસીયાઇ ભાઇએ તેના પર સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્ય આચર્યુ હતુ. ત્યાર બાદ તેના મિત્ર મહાવીર વાળાએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેના મિત્રોએ શિકાર બનાવી હતી.

મોંઢા પર ડૂચો મારી આચરી હેવાનિયત
નરાધમોની ધમકીઓથી ડરેલી સગીરા તેઓ જયાં કહે ત્યાં જતી હતી. માણેકપરાના રવિરાજ કાઠીએ સગીરાને પોતાના ઘરમા મોઢા પર ડૂચો મારી દુષ્કર્મ આચરી હેવાનિયતની પરાકાષ્ઠા બતાવી હતી. તારા ઘરે કહી દઈશું તેવી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...