તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Fraud Of Rs 850 Lakh With Dada For Sending Grandson To New Zealand 055004

પૌત્રને ન્યૂઝીલેન્ડ મોકલવાના બહાને દાદા સાથે રૂ.8.50 લાખની છેતરપિંડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના કાંકરિયા વિસ્તારમાં રહેતા 90 વર્ષીય સિનિયર સિટીઝનના પૌત્રને ન્યૂઝીલેન્ડ મોકલવાના નામે બેંક એકાઉન્ટમાં ડીપોઝીટ બતાવવાના બહાને તેમના પુત્ર તથા તેની પત્નીએ ભેગા મળી રૂા.8.50 લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દંપતિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે, કાંકરિયા ગોરધનવાડી ક્રોસરોડ પર ભારતીયનગર સોસાયટીમાં રહેતા મોહનલાલ મગનલાલ મકવાણા (90)ને તેમના પૌત્રની સારી કારકિર્દી માટે વિદેશમાં મોકલવાની ઈચ્છા હતી. આ અંગે તેમનો પુત્ર વ્યોમેશ ઉર્ફે ભગો જાણતો હતો. આથી તેણે તેના પિતા મોહનલાલને પોતાના પુત્રને ન્યૂઝીલેન્ડના વીઝા મળી જાય તેમ છે કહી તેને વિદેશ મોકલવા માટે અમુક રકમ તેના પોતાના બેંક એકાઉન્ટમાં બતાવવી પડશે તેમ કહ્યું હતુ.

મોહનલાલે પુત્ર પર વિશ્વાસ રાખી પોતાની ફિકસ ડિપોઝિટ તોડાવી રૂ.14.50 લાખ બેંકખાતમાં મૂકયા હતા. દરમિયાન તેમના પુત્રને શરતી વીઝા મળી ગયા હતા જેનો ખર્ચ થતા અંતે તેમના એકાઉન્ટમાં રૂ. 9 લાખ પડયા હતા. દરમિયાન ગઈ તા 14 જાન્યુઆરીના રોજ પૈસા બાબતે બાપ દિકરા વચ્ચે બોલાચાલી થતા મોહનલાલને ઈજા થતા તેઓ સારવાર માટે હોસ્પિટલ ગયા તે દરમિયાન તેમના કબાટમાંથી તેમના પુત્ર વ્યોમેશ તથા તેની પત્નીએ ભેગા મળી તેમના કબાટમાંથી ચેકબુક ચોરી ખોટી સહીઓ કરી ટુકડે ટુકડે તેમના એકાઉન્ટમાંથી કુલ રૂ.8,50 લાખ ઉપાડી છેતરપિંડી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...