તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃત્યુ પામેલા 141 વકીલના વારસદારને ચાર કરોડની સહાય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાં છેલ્લા 4 મહિનામાં મૃત્યુ પામેલા 141 ધારાશાસ્ત્રીના વારસદારોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રૂ.4 કરોડની મૃત્યુ સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડમાં જોડાતા ધારાશાસ્ત્રીઓના મૃત્યુ બાદ તેમના પરિવારજનોને મૃત્યુ સહાય પેટે રૂ.3.50 લાખ ચૂકવાય છે. આ વેલ્ફેર ફંડ સ્કીમમાં રાજયના 50 હજાર ધારાશાસ્ત્રીઓ નોંધાયેલા છે.

બાર કાઉન્સિલના ચેરમેન સી.કે.પટેલ અને અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, રવિવારે બાર કાઉન્સિલની એડમિનિસ્ટ્રેટિવ કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા 4 મહિનામાં મૃત્યુ પામેલા 141 વકીલો પરિવારોની અરજી ગ્રાહ્ય રાખીને 4 કરોડ સુધીની સહાય ચૂકવવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો