તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Former Bjp Mayor Corporator Standing On Mobs Threatens To Arrest Police For Arrest Of 144 Police 055137

રસ્તા પર ટોળું કરીને ઊભેલા ભાજપના માજી મેયર, કોર્પોરેટરને પોલીસે 144ના ભંગ માટે ધરપકડ કરવાની ચીમકી આપતા ઘર્ષણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોમવારે ગોમતીપુર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ત્રણ લોકો પાનનો ગલ્લો શોધવા નીકળ્યા હતા. પોલીસે તેમને અટકાવી પૂછપરછ કરી ત્યારે તેમણે ઘરવખરી સામાન લેવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે સખતાઈથી પૂછતાં તેઓ મસાલો ખાવા માટે ગલ્લો શોધવા નીકળ્યા હોવાનું કહ્યું હતું. પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

લૉકડાઉનનો ભંગ કરનાર લોકોને અટકાવવા માટે પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ગોમતીપુર પોલીસ પટેલ પરમાનંદની ચાલીના નાકા પાસે પહોંચી ત્યારે ત્યાં ત્રણ શખસ ઊભા હતા, પૂછપરછ કરતા જણાવ્યું કે, ઘરવખરીનો સામાન લેવા જઈ રહ્યા છે, પરંતુ ત્રણેય શખસ પાસે કોઈ થેલી કે બેગ ન હોવાથી પોલીસે કડક પૂછપરછ કરતાં તેમણે હકીકત કહી હતી કે, મસાલો ખાવો હોવાથી પાનનો ગલ્લો શોધવા બહાર નીકળ્યા હતા. જેથી પોલીસે અમિત પરાતે, શ્રીનિવાસ કુચંદ, સંજય સોલંકીની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

ગલ્લો ખુલ્લો રાખી તમાકુનું વેચાણ કરતો શખસ ઝડપાયો

ક્રાઈમ રિપોર્ટર | અમદાવાદ

લૉકડાઉનના પગલે દરિયાપુરમાં કેટલાક શખસો પાનનો ગલ્લો ખુલ્લો રાખીને તમાકુનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દુકાનદાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

લૉકડાઉમાં લોકોને પકડવા માટે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. દરિયાપુર પોલીસને બાતમી મળી હતી કે, એક શખસ પોતાનો પાનનો ગલ્લો ખુલ્લો રાખીને તમાકુનું વેચાણ કરે છે, જેથી પોલીસે ભવરલાલ માલી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત દરિયાપુરમાં જ માવા માર્કેટ પાસે ચાની કીટલી ખુલ્લી રાખીને લોકોના ટોળાં ભેગા કરનાર મોહંમદ શેખ વિરુદ્ઘ ગુનો નોંધ્યો છે.

મંત્રી કૌશિક પટેલે મોકલેલા તેલના ડબા સેવા કેમ્પોમાં વહેંચતી વખતે ટોળે વળતાં ભાજપના કાર્યકરો-પોલીસ વચ્ચે બબાલ

ગોમતીપુરમાં ઘરવખરીની ચીજો લેવાના બહાને મસાલો ખાવા માટે નીકળેલા 3ની ધરપકડ

ઇન્ફ્રા રીપોર્ટર | અમદાવાદ

નારણપુરા વિસ્તારમાં અલગઅલગ જગ્યાએ ચાલતા સેવા કેમ્પોમાં તેલના ડબ્બા પહોંચાડવા માટે નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય અને મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે સ્થાનિક કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખોને સૂચના આપી હતી. જેને પગલે સોમવારે સવારે પૂર્વ મેયર ગૌતમ શાહ, કોર્પોરેટર આર.ડી. દેસાઈ, જયેશ પટેલ સહિતના કાર્યકરો વાડજ સર્કલ પાસે ટોળે ‌વળી ઊભા હતા. સ્થાનિક પોલીસ ટોળે નહીં વળવા સૂચના આપી હતી. દરમિયાનમાં જેસીપી અમિત વિશ્વકર્મા અહીંથી પસાર થતાં તેમણે ગાડી થોભાવી હતી અને આ રીતે ટોળએ નહીં વળવા સૂચના આપી હતી. કૌશિકભાઈની સૂચના હોવાથી આ કામગીરી કરી રહ્યા છે તેવું જણાવતા જેસીપી વિશ્વકર્મા સાથે ભારે ચડભડ થઈ હતી. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પોલીસે 144ના ભંગ માટે ધરપકડની ચીમકી પણ આપી હતી. ત્યારબાદ કોર્પોરેટર આર.ડી. દેસાઈની ગાડી ડિટેઇન કરી વાડજ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જેને પગલે કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અંતે મોવડી મંડળે દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો અને કોર્પોરેટરની કાર પાછી આપવામાં આવી હતી.

આ અંગે વાડજ પીઆઈ જે.એ. રાઠવાએ કહ્યું કે, ભાજપના કાર્યકરો પટેલ વાસના નાકે ભેગા થયા હતા ત્યારે અમે જઈને તેમને જણાવ્યું હતું કે, તમે જાગૃત નાગરિક છો. આ રીતે ટોળે વળી ભેગા ન થાવ, આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ અહીંથી પસાર થયા હતા ત્યારે તેમની સાથે પણ બોલાચાલી થઈ હતી. જેથી કોર્પોરેટરની કાર િડટેઇન કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...