તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Foreign Women Who Stay In Hotels With Animals Leave For Kerala 054645

પ્રાણીઓ સાથે હોટેલમાં રોકાયેલી વિદેશી મહિલા કેરળ જવા રવાના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહઆલમની એક હોટેલમાં ચેકઈન કરી પોતાનો સામાન પાછળ આવે છે કહી બકરી, કૂતરા અને બિલાડીઓ પોતાની સાથે લાવી હોટેલના મેનેજમેન્ટ સાથે તેમને પણ હોટેલમાં રાખવાનો આગ્રહ કરી ધાંધલ મચાવનારી અમેરિકન મહિલાને આશા ફાઉન્ડેશને આર્થિક મદદ કરતા આખરે મહિલા પ્રાણીઓ તથા આશા ફાઉન્ડેશના કેરટેકર સ્ટાફ સાથે વાનમાં કેરાલા જવા રવાના થઈ હતી.

શાહઆલમની એક હોટેલમાં અમેરિકન મહિલા નૌરીને ઈ ફ્લાવરે રાત્રે ત્રણ વાગ્યે ચેકઈન કર્યું હતું. તેના સામાનની સાથે કૂતરા, બિલાડીઓ અને બકરી હતી જે જોઈ મેનેજરે આ પ્રાણીઓ સાથે હોટેલમાં રહી શકાય નહીં તેમ નૌરીનને જણાવી તેને બીજી હોટેલમાં શિફ્ટ થવાની સલાહ આપતા તે ગુસ્સે થઈ હતી. અમેરિકન એમ્બેસીએ ભારતખાતેના વિદેશ મંત્રાલયને આ અંગેની જાણ કરી મહિલાને મદદ કરવા જણાવ્યું હતું. નૌરીન પ્રાણીઓ મુદ્દે કોઈ સમાધાન કરવા માંગતી નહતી અને તેણે ધરાર કૂતરા અને બિલાડાને પોતાના રૂમમાં લઈ ગઈ હતી અને બકરીને હોટેલના કંપાઉન્ડમાં બાંધી દીધી હતી.

ઘટનાની જાણ થતાં આશા ફાઉન્ડેશનના કર્મચારીઓ પણ હોટેલ પર આવી પહોંચ્યા હતા. આ મામલે આશા ફાઉન્ડેશનના સંચાલક હરમેશ ભટ્ટે જણાવ્યું હતું કે, આ મહિલાની પ્રાણીઓ પ્રત્યેની લાગણી જોઈ અમે તેની મદદ કરવાનું નક્કી કર્યું અને ટ્રસ્ટીમંડળ સાથે ચર્ચા કરતા મહિલાને આર્થિક મદદ કરવા માટે કેરાલા જવાનો ખર્ચ 45 હજાર સંસ્થાએ આપવાનો ઠરાવ કર્યો હતો.

નૌરીન દિલ્હીથી પ્રાણીઓ લાવી હતી
અમેરિકન મહિલા નૌરીન ઈ ફ્લાવર દિલ્હી ફરવા માટે ગઈ ત્યારે તેણે ત્યાં માલિકોએ તરછોડી દેવાયેલા કૂતરા, બકરી અને બિલાડીઓ જોઈ હતી જેથી પ્રાણીઓ પ્રત્યે અનુકંપા જાગતા તે તમામને દિલ્હીથી અમદાવાદ લઈ આવી હતી.

અન્ય સમાચારો પણ છે...