તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News For The First Time In Decades Demand For Edible Oils Has Dropped 055153

દાયકામાં પ્રથમ વખત ખાદ્યતેલોની માગ ઘટી, કાચો માલ નહિં મળે તો તેજીનું ધ્યાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાદ્યતેલોની માગ કોરોના વાયરસના કારણે માર્ચ તથા એપ્રિલ દરમિયાન ઘટે તેવી શક્યતા છે. કોરોના વાયરસ સામે લડવા માટે દેશવ્યાપી લોકડાઉન વચ્ચે હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઇ ગયા છે તેમ ઇન્ડસ્ટ્રીઝનું કહેવું છે. આ ઉપરાંત દેશમાં સસ્તા ખાદ્યતેલોની થઇ રહેલી આયાત પણ અટકી છે.

દેશની કુલ ખાદ્યતેલોની માગ વાર્ષિક 230 લાખ ટનની છે. જેમાં હોટલ, રેસ્ટોરન્ટ્સ તથા કાફેટેરિયાઝનો હિસ્સો 40 ટકાનો રહેલો છે. બંધના કારણે પ્રોસેસીંગ કામગીરી પણ અટકી ગઇ છે. સ્થાનિક માંગને પહોંચી વળવા માટે દેશમાં પુરતો સ્ટોક છે તેમ સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર બીવી મહેતાએ જણાવ્યું હતું. વધુમાં તેમણે નિર્દેશ કર્યો કે ખાદ્યતેલનો માસિક ધોરણે વપરાશ 18-19 લાખ ટન છે. હોટલ, રેસ્ટોરન્ટ્સ અને કાફેટેરિયા બંધ હોવાના કારણે માગમાં ઘટાડો થશે. જોકે, લોકડાઉન ના સમયમાં સ્થાનિક વપરાશમાં નજીવો વધારો થઇ શકે છે. ખાદ્યતેલોની આયાત અટકી છે પરંતુ તેના કારણે સ્થાનિકમાં પુરવઠા પર કોઇ જ અસર પડશે નહિં.

વર્ષ 2018-19ના માર્કેટિંગ વર્ષ (નવેમ્બર-ઓક્ટોબર)માં 3.5 ટકા વધી 155.5 લાખ ટન થઇ છે.

નાફેડ સ્ટોક રિલિઝ કરે તે જરૂરી, સિંગતેલ કાચા માલની અછતે 2300 થઇ શકે

લોકડાઉનના કારણે હોટલ, રેસ્ટોરન્ટ-કાફેટેરિયા બંધ રહેતા વપરાશ ઘટ્યો

ખાદ્યતેલોની આયાત ચાલુ વર્ષે 6.1 ટકા ઘટી

કેન્દ્ર સરકારે આયાત પર ડ્યૂટી લાગુ કર્યા બાદ આયાતમાં ઘટાડો આવ્યો છે. ચાલુ વર્ષે નવેમ્બર 2019 થી ફેબ્રુઆરી 2020ના સમયગાળામાં આયાતમાં 6.1% નો ઘટાડો થઇ 4563791 ટન રહી છે જે અગાઉના વર્ષે 4862849 ટન રહી હતી.

નાફેડ ઝડપી સ્ટોક રિલિઝ કરે તે જરૂરી

માર્કેટિંગ યાર્ડો બંધ હોવાના કારણે ઓઇલ મિલરો પાસે કાચા માલનો સ્ટોક નહિંવત્ છે. આ ઉપરાંત ખેડૂતો પાસે પણ હવે સ્ટોક નહિંવત્ હશે આવા સમયે જો નાફેડ સ્ટોક રિલિઝ કરે અને ઝડપી માલની ડિલિવરી કરે તે જરૂરી છે. સાઇડ તેલોમાં ભાવ મજબૂત બન્યા છે. જો કાચો માલ નહિં મળે તો સિંગતેલ ડબ્બો વધી 2300 થઇ શકે. > સમીર શાહ, રાજમોતી ઓઇલમિલ.
અન્ય સમાચારો પણ છે...