તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Food Poisoning For 40 Students From Sarkhej School Who Has Been On Tour 055117

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડીમાં પ્રવાસે ગયેલા સરખેજની સ્કૂલના 40 વિદ્યાર્થીને ફૂડ પોઇઝનિંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરખેજમાં આ‌વેલી સ્કૂલના વિદ્યાર્થીઓ પીપળી અને વાછડાદાદા રણમાં પ્રવાસે આવ્યા હતા. રણમાં ગુલાબજાંબુ ખાધા પછી 40 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની સાથે ઊલટી થતાં સારવાર અર્થે પાટડી સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા.

અમદાવાદ સરખેજ શાળાના 120 જેટલા વિદ્યાર્થી અને શિક્ષક સ્ટાફે પાટડીના રામદેવપીર મંદિર- પીપળીધામ દર્શન કર્યા બાદ ઝીંઝુવાડા રણમાં વાછડાદાદા મંદિરે દર્શન કરવાં ગયાં હતાં. જ્યાં તેમણે સાથે લાવેલા રસોઇયાએ બનાવેલા ગુલાબજાંબુ ખાધા હતા. ત્યારબાદ 40થી વધુ બાળકોને રણમાંથી પરત ફરતી વખતે ફુડ પોઇઝનિંગ સાથે ઊલટીઓ થતાં એમને તાકીદે સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યાં હતા. જ્યાં હોસ્પિટલના ડોક્ટર ડો. શ્યામલાલ રામ અને નર્સ સહિતના સ્ટાફે ઇન્જેક્શન અને દવાઓ સાથે સારવાર આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો