તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા 5 વેપારી ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તેમજ તુકકલ વેચતા પાંચ ઓરોપીની પોલીસે ધરપકડ કરી છે. શહેરના રખિયાલ, મેઘાણીનગર , ઓઢવ વિસ્તારમાંથી પોલીસે કુલ 129 જેટલી ટેલર , ફીરકી સહિતનો મુદામાલ કબજે કર્યો છે.

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વલેન્સ સ્કોડના પી.એસ.આઇ વી.એસ.સિંધવે બાતમીના આધારે મેઘાણીનગરમાં આવેલા પાવન એપાર્ટમેંટના ગેટ પાસે આવેલી કટલરી - નોવેલ્ટીના દુકાનમાંથી પ્રતિબંધિત દોરીના 85 ટેલર કિંમત રૂપિયા 25,500 મતાના મુદામાલ સહિત આરોપી અજબસિંગ દિવાકરની ઘરપકડ કરી હતી.જ્યારે રખિયાલ પોલીસે ફેઝીયા કરીણા સ્ટોર્સ નામની દુકાનમાંથી ચાઇનીઝ દોરીની કુલ 44 ફીરકી કિંમત રૂપિયા 8900 મતાની મુદામાલ સાથે આરોપી નુરમોહમદ ઉર્ફે દીલશાહ અંશારીની ઘરપકડ કરી હતી. તેમજ ઓઢવ પોલીસે ચાઇનીઝ દોરી તથા તુકકલનું વેચાણ કરતા આરોપી યશરાજસિંહ મહાવિરસિંહ ઝાલા , અલ્પેશ બાબુભાઇ પટેલ, પોપટભાઇ વાલાભાઇ પટણીની ઘરપકડ કરી છે. પોલીસે તમામ લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

નારણપુરામાં એક ફેરિયો ઝડપાયો
નારણપુરાના મહર્ષિ અરવિંદ ઘોષ ગાર્ડન પાસેની ઓરડીમાંથી પીસીબીએ 155 ચાઇનીઝ તુકકલ અને 10 ચાઈનીસ દોરીના ટેલર પકડ્યા હતા. પોલીસે હિરાભાઇ પટણીને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...